Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરા તથા યુવકે કરી લીધા લગ્નઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક શખ્સ સામે સગીરાના અપહરણની ફરિયાદ કરાઈ હતી. આ શખ્સે તેની સાથે સગીરા પુખ્ત થયા પછી લગ્ન કરી લીધા હતા. ઉપરોક્ત ફરિયાદ રદ્દ કરાવવા હાઈકોર્ટમાં કવોસીગ પીટીશન કરાતા અદાલતે આ ફરિયાદ રદ્દનો હુકમ કર્યાે છે.
જામનગરના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રીનો ઈન્સ્ટાગ્રામથી આશિષ મનોજભાઈ કણઝારીયા સાથે સંપર્ક થયા પછી આ સગીરાનું અપહરણ કરી લેવાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ત્યારપછી આ સગીરા પુખ્ત વયની થઈ જતા આશિષે તેણી સાથે લગ્ન કરી લીધા હતા અને પતિ-પત્ની તરીકે બંને સાથે રહેતા હતા તે પછી આરોપી આશિષ કણઝારીયાએ આ ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમા ક્વોસીગ પીટીશન કરતા અદાલતે તેની સામેની ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, મીત પાનસુરીયા, ચિરાગ સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial