Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકાના વંગડી સિંચાઈ યોજનાના બંધ પડેલા કામની મુલાકાતે 'આપ' કિસાન સેલના અગ્રણીઓ

૨૦૦૨થી મંજુર થયેલ ડેમ હજી બન્યો જ નથી !

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં ૨૦૦૨ની સાલમાં વંગડી ડેમ મંજુર થયો હતો. તત્કાલીન રાજ્યના સિંચાઈ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી ભાણવડ ખંભાળિયાના અનેક ડેમ સાથે આ ડેમ મંજુર થયેલો પંચાયત ઈરીગેશનનો આ નાનો ડેમ પણ ખૂબ ઉપયોગી થનાર હોય તાજેતરમાં આપ કિસાન સેલના કાર્યકરોએ આ ડેમ સ્થળની મુલાકાત લઈને આ ડેમ બને તો નજીકના માધુપુર પીપળીયા જુવાનગઢ વિ. ગામોનો વિકાસ તથા ખેતી તથા પીવાના પાણીના ઉપયોગની આશા વ્યકત કરી તાકીદે કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

જો કે ઉલ્લેખનિય છે કે, આપ પાર્ટીના કાર્યકરોની મુલાકાત પહેલા જ હાલના ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના ધ્યાને આ મુદ્દો આવી ગયો હોય તથા ૨૩ વર્ષ પહેલા તેમના મંત્રીકાળમાં મંજુર આ ડેમ પૂર્ણ કરવા બે મિટિંગ પણ એસ.ડી.એમ. કે.કે. કરમટા તથા સિંચાઈ ઈજનેર કિશનભાઈ ચૌહાણ દ્વારા કરાઈ છે.

આ ડેમમાં જે ખેડૂતોની જમીન આવતી હતી તેના સંપાદનમાં એવોર્ડ ખેડૂતોને ઓછા લાગતા હોય ખેડૂતોએ જમીનો ના દેતા આ ડેમનું કામ થયું નથી. જો કે ખેડૂતો પાસેથી સરકારે એકતરફી જમીન સંપાદન કરતા હાલ જમીનોનો કબજો ખેડૂતો પાસે છે પણ તેઓ તેના કાગળ પર માલિક નથી ત્યારે આ જમીનો મળે તો જ ડેમ આગળ બને તેમ હોય રાજ્યમંત્રી તથા અધિકારીઓ દ્વારા બેઠકો યોજીને આ મુદ્દે નિરાકરણ લાવવા આયોજન હાથ ધર્યું છે. આ ડેમ મંજુર થયો તેની સાથે મંજુર બીજા ડેમો વીસેક વર્ષોથી થઈ ગયા છે આ ડેમ હજુ ૨૩ વર્ષથી બન્યો જ નથી.!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh