Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી સહિત
જામનગર તા. ૧૦: ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લો (ગ્રામ્ય) ના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ રાબડિયા (જામજોધપુર શહેર), કાલાવડ શહેરમાં અભિષેકભાઈ પટવા અને હિનાબેન રાખોલિયા, જામનગર તાલુકામાં નાથાભાઈ વારસકીયા, સુરેશભાઈ વસરા અને લલિતાબેન ધમસાણિયા, રાજેન્દ્રસિંહ જાડેજા (ધ્રોળ તાલુકો), ભવદીપ પંડ્યા (લાલપુર તાલુકો) ની નિમણૂક કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે કુમારપાલસિંહ રાણા (જામનગર તાલુકો), ભવાનભાઈ ચૌહાણ (લાલપુર તાલુકો) ભરતભાઈ દલસાણિયા (જોડિયા તાલુકો), મંત્રી તરીકે રૂડાભાઈ વેસરા (ધ્રોળ તાલુકો), હર્ષાબેન રાજગોર (સિક્કા શહેર), મનિષાબેન દાણીધારિયા (ધ્રોળ શહેર), છગનભાઈ સોરઠિયા (કાલાવડ તાલુકો), રામલાલ વરાણિયા (લાલપુર તાલુકો), કવિબેન ગાગિયા (જામનગર તાલુકો), સોનલબેન ચૌહાણ (જોડિયા તાલુકો), પ્રતિમાબેન જાની (જામજોધપુર શહેર), કોષાધ્યક્ષ તરીકે જાદવજીભાઈ રાઘવાણી (જોડિયા તાલુકો), કાર્યાલય મંત્રી તરીકે પ્રકાશભાઈ હરિયાણી (જામનગર તાલુકો) ની નિમણૂક કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા વિભાગમાં જયભાઈ પંડ્યા (જામનગર તાલુકો), આઈ.ટી. વિભાગમાં ધાર્મિક વસોયા (જામનગર તાલુકો) અને મીડિયા વિભાગમાં હસુભાઈ વોરા (કાલાવડ શહેર) ની નિમણૂક કરવામાં આવી છે.
યુવા મોરચામાં પ્રમુખ તરીકે મૌલિક ગોધાણી (જોડિયા તાલુકો), મહામંત્રી તરીકે જામનગર તાલુકામાં ભરત સોનગરા અને ગિરીરાજસિંહ જાડેજા, મહિલા મોરચામાં પ્રમુખ તરીકે ધરતીબેન મજીઠિયા (સિક્કા શહેર), મહામંત્રી તરીકે હેપીબેન ભાલોડિયા (જામજોધપુર) અને સંગીતાબેન દુધાગરા (જામનગર તાલુકો), કિસાન મોરચામાં પ્રમુખ તરીકે નવલભાઈ મુંગરા (ધ્રોળ તાલુકો), મહામંત્રી તરીકે જગદીશ ડોડિયા (જામજોધપુર તાલુકો), અને જીવાભાઈ ચાવડા (લાલપુર તાલુકો), બક્ષીપંચ (ઓબીસી) મોરચામાં પ્રમુખ તરીકે આશિષભાઈ પરમાર (ધ્રોળ શહેર), મહામંત્રી તરીકે લાલજીભાઈ ટોયટા (કાલાવડ તાલુકો) અને રાયાભાઈ ગઢવી (જામનગર તાલુકો), અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે તરૂણભાઈ ચૌહાણ (કાલાવડ તાલુકો), મહામંત્રી તરીકે ધીરજલાલ પાડેસરિયા (જામનગર તાલુકો) અને એમ.ડી. મકવાણા (જામજોધપુર તાલુકો), તથા લઘુમતી મોરચામાં પ્રમુખ પદે હુંદડા આદમ (સિક્કા શહેર), મહામંત્રી તરીકે પતાણી મામદ (જામનગર તાલુકો) અને આરીફ શેખ (લાલપુર તાલુકો) ની વરણી કરવામાં આવી છે તેમ ડો. વિનોદ ભંડેરી (જિલ્લા અધ્યક્ષ, જામનગર જિલ્લા ભાજપ) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial