Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ દાગીના, આઠ મોબાઈલ મળી રૂપિયા પોણા નવ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં થોડા દિવસ પહેલાં થયેલી બે ઘરફોડ ચોરીની પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસમાં એક કુખ્યાત શખ્સ ઝડપાયા પછી તેના કબજામાંથી સોનાના દાગીના અને આઈફોન મળી રૂ।.૫,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેણે સોનાના કેટલાક દાગીના પોતાના અન્ય બે સાગરિતને વેચવા માટે આપ્યાની કબૂલાત કરતા પોલીસે આ બંને શખ્સને પણ રૂ।.૩૦૨૯૦૦ના દાગીના તથા ત્રણ મોબાઈલ સાથે દબોચી લીધા છે. કુલ રૂ।.૮,૮૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરમાં થોડા દિવસો પહેલાં ઘરફોડ ચોરીના બે બનાવ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી તે બંને બનાવની પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી હતી. જેમાં સ્ટાફના વિક્રમસિંહ, દિવ્યરાજસિંહ, વિજય કાનાણી, યોગેન્દ્રસિંહ, કિશોર ગાગીયાને મળેલી બાતમીના આધારે ગુજરાતીવાડમાં રહેતા એજાઝ શેખ ઉર્ફે એજલા ચાલબાજ નામના શખ્સની અટકાયત કરાઈ હતી.
આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી રૂ।.૧૭ હજાર રોકડા, સોનાની બે બંગડી, એક ચેઈન, એક સતારાવાળો ચેઈન, સોનાનું પેંડલ, એક નાનું પેંડલ મળી કુલ રૂ।.૪,૩૨,૫૦૦ની કિંમતનો ચોરાઉ સામાન તથા રૂ।.૮૦ હજારની કિંમતનો એપલ કંપનીનો આઈફોન-૧૬ મળી આવ્યો હતો.
આ શખ્સને પોલીસ મથકે ખસેડી પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત બંને ચોરીની કબૂલાત આપી છે. તે ઉપરાંત રેડમી કંપનીનો એક મોબાઈલ, ઓપોનો એ-પ૭ મોબાઈલ, વીવોનો વી-ર૯ મોડલનો મોબાઈલ અને એક અન્ય મોબાઈલ પણ શક પડતી મિલકત તરીકે ઝબ્બે લેવાયો છે. આ શખ્સે પોલીસની પૂછપરછમાં પોપટ બની જઈ કબૂલાત કરી હતી કે, સોનાના અન્ય દાગીના પોતાના મિત્ર અને મસીતીયા ગામના શકીલ અનવર ખફી તથા ગુજરાતીવાડમાં રહેતા સાહિલ રહીમ સેતાને વેચવા માટે આપ્યા છે. આ બંને શખ્સની શરૂ કરાયેલી શોધમાં આ શખ્સો ચાંદી બજારના બુગદામાં દાગીના વેચવાની તજવીજ કરતા મળી આવ્યા હતા.
આ શખ્સોની તલાશી લેવાતા સોનાની બે વીંટી, એક તૂટેલી વીંટી, નંગવાળી સોનાની બે વીંટી, એક જોડી બુટી તથા તારવાળી એક જોડી બુટી મળી કુલ રૂ।.૩૦૨૯૦૦ના દાગીના તેમજ ત્રણ મોબાઈલ મળી કુલ રૂ।.૩૩૨૯૦૦નો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. આરોપી પૈકીના એજાઝ કાદર શેખ ઉર્ફે એજલા ચાલબાજ સામે વર્ષ ૨૦૧૪થી જામનગરના એ, બી ડિવિઝન ઉપરાંત રાજકોટ, ગાંધીધામ, અમદાવાદના કાલુપુર પોલીસ મથકમાં બાવીસ ગુન્હા નોંધાયેલા છે. ત્રણેય શખ્સને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial