Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના મેલાણમાં છાતીમાં દુખાવો ઉપડ્યા પછી યુવકનું મૃત્યુ

હૃદયરોગનો હુમલો આવી ગયાનું પ્રાથમિક તારણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામજોધપુરના મેલાણ ગામના એક યુવાન છાતીમાં દુખાવો ઉપડ્યા પછી ખાટલામાં સૂઈ ગયા હતા અને બેશુદ્ધ બન્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેઓને હૃદયરોગનો હુમલો આવ્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે.

જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના યુવાન રવિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા ખાટલામાં સૂઈ ગયા પછી બેશુદ્ધ બની ગયા હતા.

આ યુવાનને સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. મૃતકના નાનાભાઈ ભરતભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh