Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામ ન ફાવતા તાણ અનુભવી હતીઃ
જામનગર તા. ૨૧: દ્વારકા શહેરમાં રસોઈ કામ કરતા પોતાના મામાના દીકરા પાસેથી કામ શીખવા માટે ચારેક મહિના પહેલાં બિહારના નાલંદા જિલ્લાના એક તરૂણ આવ્યા પછી તેઓને કામ ન ફાવતા તેઓએ વતનમાં જવાનું નક્કી કર્યા પછી ગુરૂવારની રાત્રે મામાના દીકરાના ફલેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના વતની મનિષભાઈ અરૂણપ્રસાદ યાદવ (ઉ.વ.૧૬) નામના તરૂણ ચારેક મહિના પહેલાં દ્વારકા શહેરમાં એક કાફેમાં રસોઈ કામ કરતા તેના મામાના દીકરા સોનલભાઈ અનિલભાઈ યાદવ પાસે રસોઈ વગેરે શીખવા માટે બિહારથી આવ્યા હતા.
આ તરૂણને ત્યાં રહેવું ફાવતું ન હોવાથી તેણે વતનમાં જતા રહેવાનું નક્કી કર્યા પછી ગુરૂવારે રાત્રે ઋષિકેશ એપાર્ટમેન્ટના ફલેટ નં.૧૦૬માં એક પંખામાં ટુવાલ તથા ઓઢણી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની દોઢેક કલાક પછી સોનલભાઈને જાણ થતાં તેઓએ મનિષને નીચે ઉતારી ચકાસતા આ તરૂણ મૃત્યુ પામેલો જણાઈ આવ્યો હતો. પોલીસને વાકેફ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતદેહનો કબજો સંભાળી સોનલભાઈનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial