Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના 'ઈલેક્શન મોડ'માં: ટૂંક સમયમાં વોર્ડ પ્રભારીઓ નિમાશે
જામનગર તા. ૧૦: ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકા સહિત ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચોક્કસ વ્યુહરચના સાથે ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે.
જામનગર શહેર કોંગ્રેસ તરફથી મોકલાવામાં આવેલ હોદ્દેદારોની યાદીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મંજુરીની મહોર મારતા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા જાડેજા) દ્વારા જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની સત્તાવાર યાદીની જાહેરાત કરી છે.
જેમાં ઉપપ્રમુખના પદપર મનોજભાઈ ચોવટિયા, રોહિતભાઈ સોનગરા, વલીમામદ બ્લોચ, સંદીપભાઈ બાલાસરા, તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, શીતલબા જાડેજા, અલ્કાબેન ભદુરિયા, અલ્તાફભાઈ ખીરા, જીતેન્દ્રભાઈ ગઢવી, તેજસીભાઈ પારિયાની નિમણૂક કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ મંત્રી પદે ખીમજીભાઈ બેલા, ગૌતમભાઈ બોખાણી, ભરતભાઈ ભોગાયતા, દિપકભાઈ ભોગાયત, નુરમામદભાઈ ખુરેશી, યુનુસભાઈ દરજાદા, તૌસીફભાઈ શેખ, જાગૃતિબા જાડેજા, અજયસિંહ પરમાર, જગદીશભાઈ ચંદ્રપાલ, ઈકબાલ ગનીભાઈ, હસનભાઈ ખફી, પ્રકાશભાઈ ડાંગર, રાજાભાઈ સેવકણી, અબ્દુલભાઈ કુંગડા, છત્રપાલસિંહ જાડેજા, તુષારભાઈ મોડ, લક્ષ્મણભાઈ આંબલિયા, ચંદ્રકાંતભાઈ શેઠિયા, હિતેષભાઈ જાદવ, મહેશભાઈ ચૌહાણ, નજીરભાઈ સાટી, કિરીટભાઈ જોષી, નારણભાઈ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે શહેર કોંગ્રેસ મહામંત્રી પદ ઉપર ભરતભાઈ વાળા, મહમદ ગજિયા, પ્રવિણભાઈ જેઠવા, સામતભાઈ જોગલ, આનંદભાઈ ગોહિલ, પાર્થભાઈ પટેલ, તેજસ્વીભાઈ દોઢિયા, કેતનભાઈ દોઢિયા, સાજીદભાઈ બ્લોચની નિમણૂક કરવામાં આવી છે.
આગામી ટૂંક સમયમાં શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રભારીની નિમણૂક કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial