Advertisement
Author: નોબત સમાચાર

ભ્રષ્ટાચાર સામે લડવા કોંગ્રેસ દ્વારા મહા જનસંપર્ક અભિયાન ચલાવાશે

નવા વર્ષથી કોંગ્રેસ મેદાનમાં ઉતરશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ભાજપ શાસીત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ સામે લડવા નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે મહા જનસંપર્ક અભિયાન કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત અમદાવાદમાં આયોજીત પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૬ ના સંગઠાત્મક આયોજન અને જનતાના પ્રશ્નને વાચા આપવા મહા જન સંપર્ક અભિયાન શરૂ કરવાાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યના ખૂણે ખૂણે જઈને લોકોની વેદના સાંભળવામાં આવી રહી છે, જે અંતર્ગત કિસાન આક્રોશ યાત્રા દ્વારા સોમનાથથી દ્વારકા સુધી ૧૧ જિલ્લા પૈકી ૧૧૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવી રહી છે. હાલ બીજા ચરણમાં શરૂ થયેલ યાત્રા ૧૪૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને તા. ૬-૧-ર૦ર૬ ના દાહોદમાં સંપન્ન થશે, જેને જનતાનો ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે.

હવે તા. ૧-૧-ર૦ર૬ થી મહા જન સંપર્ક અભિયાન અને ગો ટુ ધ પીપલ કાર્યક્રમ સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ૧૦૯૦ જિલ્લા પંયચાત બેઠકો અને તેમાં સમાવિષ્ટ પર૦૦ તાલુકા પંચાયત બેઠકો ઉપર કોંગ્રેસ સીધો સંવાદ કરશે, જેમાં ગ્રામીણ સ્તરે સીસ્ટમમાં ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરી આંદોલનાત્મક લડાઈ કરશે.

શહેરી સ્તરે કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમની જાહેરાત કરી છે. જે કાર્યક્રમ અન્વયે રાજ્યમાં ૧૭ મહાનગરોમાં કોંગ્રેસ કાર્યકર ઘર ઘર પહોંચશે. પ્રશ્નના પ્રત્યક્ષ સૂચનો મેળવી જનતાનો મેનીફેસ્ટો તૈયાર કરશે. વોર્ડ દીઠ જનમંચ પ્લેટફોર્મ પૂરૂ પાડશે.

જેમાં મળેલી લોક ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાના આધારે વોર્ડવાઈઝ જનઆક્રોશ પદયાત્રા યોજી પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવનારાઓને ખુલ્લા પાડવામાં આવશે. આ અભિયાન મુઠીભર લોકોના હીત માટે નહીં, પરંતુ ગુજરાતના બહોળા જનસમુદાયના હક અને અધિકાર માટે છે.

આ પત્રકાર પરિષદમાં મીડિયા કન્વીનર અને કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશી અને મીડિયા કો કન્વીનર ડો. હેમાંગ રાવલ પણ ઉપસ્થીત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh