Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠેક વર્ષના પ્રેમસંબંધ પછી લગ્ન માટે ના પાડી દેવાતા ભર્યું પગલું:
ધ્રોલ તા. ૭: ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા એક યુવતી સાથે આઠેક વર્ષથી પ્રેમસંબંધમાં રહેલા જામનગર તાલુકાના જીવાપર ગામના એક શખ્સે લગ્ન કરી લેવાની આંબા આંબલી બતાવ્યા પછી હાલમાં વિદેશ ચાલ્યા ગયેલા આ યુવાનના બહેન તથા તેના સાસુએ આ યુવતીના ઘેર જઈ હવે મારો ભાઈ તારી સાથે લગ્ન કરવા નથી ઈચ્છતો તેમ કહેતા અને મરી જવા માટે કહેતા આ યુવતીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ યુવક તથા તેની બહેન અને બહેનની સાસુ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો છે.
આ બનાવની વધુ વિગત મુજબ ધ્રોલ શહેરના ચામંુડા પ્લોટમાં રહેતા લક્ષ્મીબેન ટાભાભાઈ વાઘેલા નામના મહિલાના પુત્રી મધુબેન (ઉ.વ.૩ર)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જેની સાંજે કામ પરથી પરત આવેલા માતા લક્ષ્મીબેન તથા તેમના પુત્ર અનિલે બારણું ખખડાવતા ખોલવામાં ન આવતા દરવાજો તોડી અંદર જતા જાણ થઈ હતી.
માતા-પુત્રએ મધુબેનને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવાની તજવીજ કરી હતી. જ્યાં ફરજ પરના તબીબે મધુબેનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા લક્ષ્મીબેને પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલા ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ સહિતના સ્ટાફે લક્ષ્મીબેનનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ લક્ષ્મીબેનના પતિ ટાભાભાઈ કલાભાઈ વાઘેલાનું બારેક વર્ષ પહેલાં અવસાન થયંુ છે. તે પછી મધુબેન સહિતના આઠેય સંતાન સાથે લક્ષ્મીબેન ત્યાં વસવાટ કરે છે. બે પુત્ર તથા છ પુત્રી ધરાવતા લક્ષ્મીબેનની નાની પુત્રી મધુ (ઉ.વ.૩ર) સાથે આઠેક વર્ષ પહેલાં જામનગર તાલુકાના જીવાપર ગામનો મિલન કંટારીયા સંપર્કમાં આવ્યો હતો. તે પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ધ્રોલમાં બ્યુટીપાર્લરમાં કામ કરવા જતં મધુને જે તે વખતે મિલને લગ્ન કરવાની વાત કર્યા પછી આટલા વર્ષાે સુધી લગ્ન કર્યા હતા. તે દરમિયાન શુક્રવારે મિલનના બહેન રેખાબેન રમેશભાઈ ચાવડા તથા રેખાબેનના સાસુ કંકુબેન દેવજીભાઈ ચાવડા તેણીના ઘેર ગયા હતા.
ત્યાં જઈ આ સાસુ-વહુએ મધુબેનને કહ્યું હતું કે, મિલને તારી સાથે હવે લગ્ન નથી કરવા તેમ કેવડાવ્યું છે, તારે મરી જવું હોય તો પણ છૂટ. વિદેશ ચાલ્યા ગયેલા મિલનના અમે તારી સાથે લગ્ન નહીં થવા દઈએ. આમ કહેતા મધુબેન ગભરાયા હતા. સાંજે ઘેર પરત આવેલા માતા લક્ષ્મીબેને પુત્રીને શું થયું તેમ પૂછતા મધુબેને કહ્યું હતું કે, મિલનના બહેન તથા તેના સાસુ આમ કહી ગયા છે અને હજી કેમ જીવે છે? મરી કેમ નથી જતી? તેમ બોલી ગયા છે. આ વેળાએ લક્ષ્મીબેને પુત્રીને સમજાવટ કરી હતી.
તેમ છતાં ગભરાયેલા રહેતા મધુબેને ગઈકાલે સવારે માતા તથા ભાઈ મજૂરીએ ગયા પછી પાછળથી પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઉપરોક્ત નિવેદન પરથી પોલીસે મિલન કંટારીયા, ધ્રોલમાં રહેતા તેના બહેન રેખાબેન રમેશભાઈ તથા કંકુબેન દેવજીભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial