Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર અવકાશયાત્રીઓએ અંતરીક્ષમાં માણ્યો રસસ્વાદ
નવી દિલ્હી તા. પઃ શુભમ્ શુક્લાએ ૧૧૩ વખત પૃથ્વીની પ્રદક્ષણિણા પૂરી કરીને શુભમ્ શુક્લાએ પોતાના ગુરુ રાકેશ શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. ચાર અવકાશ યાત્રીઓએ કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો શીરો માણ્યો હતો.
ઈન્ટરશેનશલ સ્પેશ સ્ટેશન પર અવકાશ યાત્રી શુભમ્ શુક્લા અને સાથી અવકાશ યાત્રીઓએ કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો શીરાનો સ્વાદ માણ્યો હતો. શુભમ્ે પોતાના સાથીઓને ભારતીય વ્યંજનોનો આસ્વાદ કરાવ્યો હતો અને તેમની વાનગીઓ શુભમ્ે માણી હતી. ર૬ જૂને એક્સિઓમ-૪ મિશન અંતર્ગત શુભમ્ સહિત ચાર અવકાશ યાત્રીએ સાહસ યાત્રા શરૂ કરી હતી. ૩ જુલાઈ સુધીમાં તેમણે ૧૧૩ વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી હતી. એકંદરે ૪.૬૬ મિલિયન કિ.મી.નું અંતર તેમણે પૂરૃં કર્યું છે. પૃથ્વી-ચંદ્ર વચ્ચેના અંતરની ૧ર ગણી મુસાફરી તેમણે કરી છે, તેવું પણ કહી શકાય.
એક અઠવાડિયા પછી શુભમ્ને રજાનો દિવસ મળ્યો હતો, જેમાં તેમણે પૃથ્વી પર પોતાના પરિવાર અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. 'હેમ' રેડિયો કનેક્શન પર બેંગલુરૂમાં યુઆરએસસીના વિજ્ઞાનીઓ સાથે શુભમ્ે કોલ સાઈન 'શુક્શ' હેઠળ વાત કરી હતી. ગુરુવારે શુભમ્ શુક્લાએ પોતાના ગુરુ રાકેશ શર્માનો રેકોર્ડ તોડ્યો હતો અને સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેનાર ભારતીય તરીકે સિદ્ધિ હાસલ કરી હતી.
રાકેશ શર્માએ સોવિયેત અવકાશ યાત્રી સાથે ૧૯૮૪ ના વર્ષમાં અંતરિક્ષમાં ૭ દિવસ ર૧ કલાક વિતાવ્યા હતાં. ગુરુવારે શુભમ્ે ૯ દિવસનો રેકોર્ડ બનાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial