Advertisement
Author: નોબત સમાચાર

પોષણ ટ્રેકર મોબાઈલ એપના અમલ અને એફઆરએસ સિસ્ટમ સામે વિરોધઃ આવેદનપત્ર

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: મહિલા-બાલ વિકાસ મંત્રાલય દ્વારા આંગણવાડીના ડિજિટલિકરણ માટે પોષણ ટ્રેકર મોબાઈલ એપ લાગુ કરવામાં આવી છે. પરિણામે આંગણવાડી કાર્યકર ઉપર કામનો બોજ વધ્યો છે તથા કુપોષણ અને આંગણવાડી સેવા ઉપર તેની વિપરીત અસર થવા પામી છે. સાથે જ એફઆરએસ મારફત લાભાર્થીઓને યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને ટી.એસ.આર. વિતરણમાં સમસ્યા ઊત્પન્ન થઈ રહી છે, અને ૧૦૦ ટકા કામીરી ન થાય તો આંગણવાડી કાર્યકર્તાઓને ઠપકો મળે છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ પોષણ ટ્રેકરમાં સુધારો કરવા અને એફઆરએસ સિસ્ટમને દૂર કરવી જોઈએ. આ મુદ્દે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા દરેક જિલ્લામાં ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રીને ઉદ્દેશ્ને લખવામાં આવેલ આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. જામનગરમાં પણ વિશાળ સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો એકત્ર થયા હતાં અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ વ્યવસ્થિત ચાલતા નથી, અનેક વિસ્તારોમાં નેટવર્ક મળતું નથી, ડેટા અપલોડ થતા નથી, તેમાં લાભાર્થીનો વાંક શું? આ ગેરકાનૂની છે, અને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમનનું ઉલ્લંઘન છે. આથી એફઆરએસ પ્રમાલિકરણની જરૂરિયાત તાત્કાલિક રદ્ કરવી જોઈએ, અને કાર્યકર્તાઓને તાકીદે નવા મોબાઈલ આપવા જોઈએ. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આધાર અને મોઢાની પહેચાન વગર જ તમામ લાભાર્થીને ગુણવત્તા પુરક આહાર આપવા જોઈએ. મોંઘવારી મુજબ કાચા રાશન માટે ચૂકવણી કરવામાં આવે, આથી કુપોષણ દૂર થઈ શકે. સુપરવાઈઝરની બઢતી માટેની ૪પ વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવે, વર્ષ ર૦૧૮ પછી વેતન વધારો કરવામાં આવ્યો નથી. આથી વેતનમાં વધારો કરવામાં આવે.

ગુંજ. હાઈકોર્ટે વર્ષ ર૦ર૩માં આંગણવાડી કાર્યકર્તા-સહાયકને નિયમિત ગણીને વર્ગ-૩, ૪ ના કર્મચારીમાં ગણતરી કરી ન્યુન્તમ વેતન આપવાનો આદેશ કર્યો હતો. તેને લાગુ કરવામાં આવે, ગુજરાતમાં બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે તે રદ્ કરવામાં આવે, અન્યથા ૬ સેવાઓ ઠપ્પ થઈ જશે. આ તમામ માંગણીઓ સત્વરે સ્વીકારવમાં આવે તેવી માંગણી પણ દોહરાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh