Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માલધારીઓ તથા પોર્ટ વિભાગ અને પોલીસે બચાવ કામગીરી કરી
ખંભાળીયા તા. ૮: લાલપુર તાલુકાના સીંગચ ગામના ઊંટોનું ટોળું નદીના પૂરમાં તણાઈને ખંભાળીયા તાલુકાના વાડીનાર બંદર પાસે જેટી નજીક પહોંચી જતા દોડધામ મચી હતી, અનેક સ્થાનિક માલધારીઓ તથા પોલીસતંત્રે રેસ્ક્યુ કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પંથકના ગામો તથા લાલપુર અને ખંભાળીયા તાલુકાના જામનગર રોડ પરના ગામોમાં વ્યાપક વરસાદ પડતા ઊંટોનું ટોળું પંદર વીસ ઊંટો સાથે દરિયામાં તણાઈને વાડીનાર જેટી પાસે પહોંચતા તંત્રમાં દોડધામ મચી હતી.
બનાવની જાણ વાડીનાર પોલીસને થતાં તથા ઊંટો દરિયામાં તણાતા જતા હોવાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં વાડીનાર પોલીસ દ્વારા માલધારીઓ તથા પોર્ટ વિભાગની મદદથી આ ઊંટોનું રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આમ તો પાણીમાં ડૂબે નહીં તેવા ઉંચા ઊંટોને તે પણ આખા ટોળાંને દરિયામાં લાવતા જેટી પાસે ૫૦/૬૦ ફૂટ ઊંડા પાણીમાં આ ઊંટોની હાલત દયનીય થઈ ગઈ હતી. માલધારીઓ દ્વારા દોરડા ફેંકીને ઊંટોને બહાર કાઢવા પ્રયત્નો કરાયા હતા.
ખંભાળીયા તાલુકાના વાડીનાર પાસે ને લાલપુર તાલુકાના સીંગચ ગામના માલધારીના ઊંટો ત્યાં ભારે વરસાદ પડતા નદીના પૂરમાં તણાઈને નજીકના વાડીનાર દરિયામાં મોજા સાથે અથડાતા, તણાતા જેટી ના કાંઠે પહોંચ્યા હતા. જ્યાં તેમનું રેસ્ક્યુ કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial