Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, હેમંત ખવા સહિતના પાર્ટીના નેતાઓ જોડાયાઃ
ખંભાળીયા તા. ૭: તાજેતરમાં વિસાવદર સીટ પર આમઆદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા દ્વારા અત્યંત પ્રતિષ્ઠા તથા જંગમાં ભાજપને હરાવીને વિજય મેળવતા ખંભાળીયામાં આમઆદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી.
આપ પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, હેમંત ખવા તથા પ્રદેશ મહામંત્રી મનોજ શેરડીયા, સાગર રબારી, પ્રવિણ રામ, રાજુભાઈ કરપડા, પ્રકાશ દોંગા, સામત ગઢવી, દુર્ગેશ ગાડગીલ સહિતના નેતાઓ જોડાયા હતા.
વિજય સંદેશ યાત્રા નો રોડ શો યોજાયો હતો જે મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગર રોડથી શરૂ થયો હતો ત્યાંથી રેલવે સ્ટેશન, ચાર રસ્તા પહોંચ્યો હતો જ્યાં અગ્રણીઓ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા, પછી નગર ગેઈટ, શારદા સિનેમા, જોધપુર ગેઈટ સુધી આ રેલી નીકળી હતી તથા ભગવતી હોલમાં કાર્યકર્તા સંમેલન પણ યોજાયું હતું.
આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ રાજમાં નિરાશા વચ્ચે વિસાવદરમાં ભાજપની હાર અને આપ ની જીત ને આશાનું કિરણ ગણાવ્યું હતું. તથા ગાંધી અને સરદાર પટેલની જેમ ગુજરાતને ભાજપથી બચાવવા યુવાનોને આગળ થવાની અપીલ કરી હતી. તથા ખેડૂતોને પુરતી વીજળી, ખાતર ન મળતું હોય તો ફરજિયાત તેનો ખાતર પધરાવવા અને ખંભાળીયામાં ગંદકી, રસ્તાને બદલે ખાડા, રોગચાળાની સ્થિતિ, વર્ષોથી સાની ડેમ હજુ બન્યો નથી ના મુદ્દે પ્રહારો કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ સમગ્ર ગુજરાતના લોકો હાલ શિક્ષણ, આરોગ્ય, રસ્તા, મહિલા સુરક્ષા, જમીન માપણીના મુદ્દે દ્રૌપદીના ચિરહરણના સમયની જેમ મુંગા રહીને તમાશો જોઈ રહ્યા છે. તથા લોકોને દોશી જણાવીને ભાજપ રાજમાં રોડ શો કાઢવા માટે પણ સારો રોડ ના હોવાનો કટાક્ષ કર્યો હતો તથા ગુજરાતમાં સારા રસ્તા, સારી શાળાઓ, દવાખાના ના હોવા અંગે બળાપો વ્યક્ત કર્યો હતો.
આપ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ શેરડીયાએ પણ ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં યુવાનો, ખેડૂતોને થતા અન્યાયો તથા વ્યાપક ભ્રષ્ટાચાર માજપના માથાભારે નેતાઓ દ્વારા થતા ભ્રષ્ટાચારો અંગે વ્યાપક વાતો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તથા લોકોને ભાજપ સામે સંગઠીત થવા હાકલ કરી હતી.
વિજય સંદેશની રેલીમાં અનેક સ્થળે અગ્રણીઓ દ્વારા ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવીનું સન્માન પણ કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial