Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ.ટી.આર.એ.-જામનગર અને ગિરિરાજ ચેરી. ટ્રસ્ટ દ્વારા
રાવલ તા. ૧૩: કેન્દ્રના આયુષ મંત્રાલય સંચાલિત આઈ.ટી.આર.એ.-જામનગર અને રાવલની સેવાભાવી સંસ્થા, ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાવલની સરકારી હોસ્પિટલમાં રવિવાર, તા. ૧પ મી માર્ચે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં હરસ, મસા, ભગંદરના ડો. વાત્સલ કોરડિયા, આંખ-કાન-નાક-ગળા તથા દાંતના રોગના નિષ્ણાત ડો. વિપુલ એસ. વ્યાસ, સ્ત્રી રોગ તથા બાળરોગના નિષ્ણાત ડો. દિવ્યાબા ઝાલા, જનરલ ફિઝિશ્યન ડો. હીતેષ ઘેટિયા, મધુમેહ, રક્તચાપ, હૃદય રોગોના નિષ્ણાત તથાજનરલ રોગોના નિષ્ણાત ડો. ધૌમ્ય અધિકારી સહિતના નિષ્ણાત તબીબો સેવા આપશે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં જામનગરની આઈ.ટી.આર.એ.ના નિષ્ણાત તબીબો રાવલમાં ઘરઆંગણે નિઃશુલ્ક સેવાઓ આપનાર હોઈ, રાવલ તથા આજુબાજુના ગામોના લોકોને બહોળા પ્રમાણમાં લાભ લેવા આઈ.ટી.આર.એ.-જામનગર તથા ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળના વિનુભાઈ ગોકાણી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial