Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાને પગમાં ગંભીર ઈજા થઈઃ
જામનગર તા. ૨૩: જામનગરના રણજીતસાગર રોડ પર શનિવારે રાત્રે સ્કૂટર પર જઈ રહેલા દંપતી તથા તેમના પુત્રને એક બોલેરોએ ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાને પગમાં ગંભીર ઈજા થઈ છે. તેઓએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા રઘુવીર પાર્કમાં રહેતા રિધ્ધીબેન રોનકભાઈ સોજીત્રા અને તેમના પતિ રોનકભાઈ કિશોરભાઈ સોજીત્રા અને તેમનો પુત્ર શનિવારે રાત્રે દસેક વાગ્યે જીજે-૧૦-ઈએફ ૭૨૩૫ નંબરના જ્યુપીટર સ્કૂટરમાં પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે તેમના ઘર નજીક રોડ પર આવેલા ડિવાઈડરની કટમાંથી અચાનક જીજે-૩૭-વી ૪૫૯ નંબરની બોલેરો નીકળી હતી.
આ બોલેરોના ચાલકે આગળ દોડયા જતા સ્કૂટરને પાછળથી ટક્કર મારતા રીદ્ધીબેન તેમજ તેમના પતિ રોનકભાઈ અને તેમના પુત્ર રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં રીદ્ધીબેનને પગમાં ફ્રેેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial