Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિઃ જ્ઞાતિજનો ઉમટ્યા

સાંસદ દ્વારા સમાજની સુવિધા માટે પાંચ લાખની ગ્રાન્ટ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૬: ધ્રોલ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે એક અત્યંત સુંદર અને ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૬-૩-૨૦૨૬ થી તા. ૧-૪-૨૦૨૬ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં જ્ઞાતિજનો ઉમળકાભેર જોડાયા હતા. કથા દરમિયાન નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા તેમજ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની અત્યંત ધામધૂમથી અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ આધ્યાત્મિક અવસરે કથાના ચોથા દિવસે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિત રહી વ્યાસપીઠના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ મહાજનના હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને સમાજની સુવિધા માટે પોતાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ અર્થે રૂ।. ૫,૦૦,૦૦૦/- ફાળવવાની મહત્ત્વની જાહેરાત કરી હતી, સાથે જ આ કામ સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

આ આયોજનથી લોહાણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બની છે. સપ્તાહ દરમિયાન દરરોજ જ્ઞાતિજનો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ જતિનભાઈ એચ. અનડકટ, ઉપ-પ્રમુખ સંજયભાઈ બી. ગણાત્રા, મંત્રી ભરતભાઈ વી. કોટેચા તથા ખજાનચી વિપુલભાઈ જે. કોટેચા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમે સમગ્ર જ્ઞાતિ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh