Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગતા ભાંડો ફૂટ્યો... જવાબદાર કોણ?
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા નગર પાલિકા તેના ગોટાળા અને નબળા કામોમાં ભ્રષ્ટાચાર અંગે જાણીતી છે, ત્યારે એક રોજમદાર કર્મીએ માહિતી અધિકારમાં માહિતી માગતા ૧૦૪ જેટલા પાલિકાના કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા તેની મંજુરી બહાલી ઉપરની કચેરીની મેળવ્યા વગર કાયમી કરાયાનું બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.
ખંભાળિયા પાલિકાના હેમુભાઈ બલભદ્ર નામના એક નિવૃત્ત કર્મી કે જેમની ભરતી મંજુરીથી રોજમદારમાં થઈ હતી. તેમને શંકા જતા તેમણે પાલિકા પ્રાદેશિક નિયામક, તત્કાલિન જિલ્લા તંત્ર વિગેરે પાસેથી માહિતી અધિકારમાં માહિતી માગતા ચોંકાવનાર વિગતો એ આવી છે કે, ર૦૧ર માં પાલિકાના તત્કાલિન પદાધિકારીઓ તથા ચીફ ઓફિસની સહીથી પાલિકાના જુદા જુદા વિભાગોના ૧૦૪ થી વધુ કર્મચારીઓ કે જેઓ રોજમદારો હતાં તેને કાયમી કરવા ઠરાવ ર૩૮ નંબરનો થયો હતો.
નિયમ મુજબ ભરતી પ્રક્રિયા જાહેરાત નિયામક મંજુરી બહાલી વિગેરે પ્રક્રિયા કરવી ફરજિયાત છે, પણ પાલિકા દ્વારા આ તમામ વ્યક્તિને કાયમી કરાયા પણ જે તે વખતે જિલ્લા કલેક્ટર કે નિયામકની મંજુરી મેળવી જ નથી. એટલું જ નહીં, પણ આ ગેરકાયદે ભરતી થયેલા કર્મચારીઓને ઉપરની કચેરીઓ દ્વારા છઠ્ઠો તથા સાતમો પગારપંચ પણ અપાયો છે. જો ખોટી રીતની ભરતી હશે તો પાલિકા પદાધિકારી ચીફ ઓફિરની જવાબદારી રહેશે તેવી શરતો સાથે!!
નિવૃત્ત થઈ પેન્શન પણ મેળવે છે?!
નવાઈની વાત છે કે રાજ્ય સરકારના નિયમ વિરૂદ્ધ ભરતી અને કાયમી થયેલા આ કર્મચારીઓ પેન્શન પણ મેળવે છે અને નિવૃત્ત થઈ ગયા છતાં સરકારી તંત્રને ખબર નથી. આ તો માહિતી અધિકારમાં જે મંજુરીથી ભરતી થયેલા તેવા એક કર્મચારીએ માહિતી માગતા આ ચોંકાવનારી વિગતો નીકળી. વિવાદાસ્પદ ર૩૮ ના ઠરાવ અંગે દ્વારકા જિલ્લા પાલિકા મુખ્ય અધિકારી જિલ્લા તંત્ર પાસે ર૦૧૪ માં માહિતી અધિકારમાં વિગતો માગેલી પણ તેમણે આ ઠરાવની ચકાસણી ચાલે છે તેમ કહ્યું હતું. તેમની ચકાસણી ર૦ર૬ માં બાર વર્ષ થયા પૂરી નથી થઈ.!!
કરોડોની વસૂલાત કોની પાસેથી?
સરકાર દ્વારા પગાર બીલ બનાવાય તો નિયમ વિરૂદ્ધ હશે તો વસૂલાત કરાશેની શરત હોય છે. હવે ૧૦૪ કર્મચારીની મંજુરી નથી તેમને કાયમી અને પેન્શન ચૂકવાય જેની રકમ કરોડો થાય તો તેની જવાબદારી કોની? તંત્ર કોની પાસેથી વસૂલશે તે પણ ગંભીર પ્રશ્ન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial