Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા અને પાકિસ્તાનનું બદલાયેલું વલણ ચિંતાજનકઃ
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકાના ર૦ર૬ ના રિપોર્ટમાં તુલસી ગેબાર્ડના રિપોર્ટે ખળભળાટ મચાવ્યો છે. ચીન-રશિયા સાથે મળીને પાકિસ્તાન અમેરિકા સુધી પહોંચતી આઈસીબીએમ મિસાઈલો વિકસાવી રહ્યું છે. પહલગામ જેવા આતંકી હૂમલો ભારત-પાક. વચ્ચે યુદ્ધ છેડી શકે તેવી ગંભીર ચેતવણી અપાઈ છે.
અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડ દ્વારા સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ રજૂ કરાયેલ ૨૦૨૬ એન્યુઅલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટે વૈશ્વિક સંરક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ અહેવાલમાં પાકિસ્તાનને માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ અમેરિકાના અસ્તિત્વ માટે સીધા પડકાર તરીકે દર્શાવવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હવે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એક એવા એક્સિસ (ધરી)નો ભાગ બની ગયું છે જે સંયુક્ત રીતે અત્યંત આધુનિક અને લાંબા અંતરની આઈસીબીએમ (આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ) સિસ્ટમ્સ વિકસાવી રહૃાું છે. તુલસી ગેબાર્ડે ગંભીર ચેતવણી આપી છે કે આ નવી મિસાઇલ પ્રણાલીઓ અમેરિકાની ધરતી સુધી પરમાણુ અને પરંપરાગત હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે, જે પશ્ચિમી દેશોની વર્ષો જૂની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને પણ ચકમો આપી શકે છે.
રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાને ટાંકીને દક્ષિણ એશિયામાં છુપાયેલા પરમાણુ જ્વાળામુખી તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના મતે, પહેલગામ જેવી ઘટનાઓ માત્ર સ્થાનિક હિંસા નથી, પરંતુ તે ભારત અને પાકિસ્તાન જેવા બે પરમાણુ સશષા પડોશીઓ વચ્ચે પૂર્ણ સ્તરનું યુદ્ધ છેડવા માટેની ટ્રિગર સાબિત થઈ શકે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથોની સક્રિયતાને કારણે સ્થિતિ ગમે ત્યારે હાથમાંથી નીકળી શકે છે.
જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યક્તિગત હસ્તક્ષેપ અને મુત્સદ્દીગીરીને કારણે હાલમાં મોટા સંઘર્ષને ટાળી શકાયો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ હજુ પણ અત્યંત વિસ્ફોટક અને અસ્થિર છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત પાકિસ્તાનનું બદલાતું લશ્કરી વલણ છે, જેમાં તે ચીન અને રશિયાના સહયોગથી પોતાની પરમાણુ શષાાગારને અપગ્રેડ કરી રહૃાું છે. રિપોર્ટ મુજબ, આ દેશો એવી ડિલિવરી સિસ્ટમ્સમાં રોકાણ કરી રહૃાા છે જે વધુ સચોટ, વધુ ઘાતક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અજેય હોય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial