Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં અકળ કારણથી યુવાનનો ગળાટૂંપોઃ
જામનગર તા. ૨૦: જામજોધપુરમાં રહેતા એક પ્રૌઢા સાંધાના દુખાવાની બીમારીથી કંટાળી ગયા હતા. તેઓએ ગઈકાલે ઝેરી પાવડર ફાકી લીધા પછી તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. પતિએ પોલીસને જાણ કરી છે. જ્યારે દ્વારકામાં અકળ કારણથી એક યુવાને ગળાટૂંપો ખાઈ લેતા તેઓનું મૃત્યુ થયું છે. પત્નીનું નિવેદન નોંધી પોલીસે તપાસ આદરી છે.
જામજોધપુર શહેરમાં વાણંદની વાવ પાસે વસવાટ કરતા જાગૃતિબેન જયેશભાઈ સવજીયાણી (ઉ.વ.૪૭) નામના મહિલાને છેલ્લા એકાદ વર્ષથી સાંધાના દુખાવાની બીમારી લાગુ પડી હતી. જેની સારવાર મેળવી રહ્યા હતા.
સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી જાગૃતિબેન કંટાળી ગયા હતા. તે દરમિયાન આ મહિલાને ગઈકાલે સવારે તેણીએ ઘરમાં રહેલો એક પાવડર ફાકી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો તેની જાણ પતિ જયેશભાઈ રમણીકભાઈ સવજીયાણીને થતાં તેઓએ જાગૃતિબેનને સારવાર માટે તાત્કાલિક દવાખાને ખસેડયા હતા. જ્યાં ગઈકાલે સાંજે જાગૃતિબેનનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. જામજોધપુરના જમાદાર આર.કે. કંડોરીયાએ જયેશભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.
દ્વારકા શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા ડાડુભા ડેપાભા માણેક (ઉ.વ.૩ર) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરમાં અકળ કારણથી દુપટ્ટા વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની હંસાબેન ડાડુભાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial