Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦ અને તા. ૧૭ ફેબ્રુઆરીએ
જામનગર તા.૭: ગુજરાત રાજ્ય માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તા. ૧૦-૦૨-૨૦૨૬ ના દિવસે તથા તા. ૧૭-૦૨-૨૦૨૬ નાં રોજ બાકી રહી ગયેલા બાળકો માટે 'મોપ અપ' દિવસ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧ થી ૧૯ વર્ષ નાં તમામ બાળકોને આંગણવાડી અને શાળામાં કૃમિનાશક ગોળી આપવાની રહેશે. જે ગોળી ચાવીને લેવાની હોય છે તેમજ આ સાથે- સાથે વિટામિન એ રાઉન્ડ નું આયોજન કરવામાં આવ્યું છે.
બાળકોમાં કુપોષણ , એનિમિયા, વજન ઘટાડો, નબળાઈ, અભ્યાસમાં ચિત ન લાગવું, વગેરે કારણો માટે કૃમી પણ જવાબદાર હોઇ શકે છે, તેથી બાળકોના સર્વાગી વિકાસ માટે તેમજ કુપોષણ એ આજનાં સમય ની એક મોટી સમસ્યા હોવાથી તેમાં કૃમિ ખુબ મોટો ભાગ ભજવતા હોઈ, વર્ષ માં બે વખત ૧ થી ૧૯ વર્ષ નાં તમામ બાળકો ને કૃમિ નાશક ગોળી આપવી અત્યંત જરૂૂરી બની જાય છે.
જે ધ્યાને લઇ ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત દિવસો દરમિયાન ઝુંબેશ રૂપે આ કામગીરી કરવામાં આવશે. જામનગર જીલ્લાના ૮૫૩ જેટલી શાળાઓ અને ૮૭૩ જેટલી આંગણવાડી કેન્દ્ર માં અંદાજીત ૧૭૫૦૦૦ જેટલા બાળકોને આવરી લેવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં આરોગ્ય વિભાગની સાથે સાથે શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ૧૦૦ ટકા સિદ્ધિ હાસલ કરવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ દરમિયાન બહોળા પ્રમાણ માં જન જાગૃતિ આવે અને તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવે, તે માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો ને સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial