Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું: ઈ-મેઈલ મોકલનારની સઘન શોધખોળઃ
જામનગર તા. ૧૫: જામનગરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ ગઈકાલે મળતા દોડધામ મચી હતી. એરપોર્ટને પોલીસ ટીમોએ સુરક્ષા બંદોબસ્તના કારણસર કોર્ડન કરી લીધા પછી ડોગ સ્કવોડ તથા બોમ્બ સ્કવોડને સાથે રાખી સમગ્ર એરપોર્ટની તલાશી લીધી હતી. જો કે, તેમાં કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. એરપોર્ટ જતા તથા આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરાયું હતું. આ ઈ-મેઈલ ક્યાથી આવ્યો તેની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જામનગરના એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ ગઈકાલે મળતા તંત્ર દ્વારા દોડધામ શરૂ કરાઈ હતી.
ઉપરોક્ત મેઈલના આવ્યાના પગલે એરપોર્ટ ઓથોરિટી તેમજ પોલીસની ટૂકડીઓ અને બોમ્બ સ્કવોડની ટીમ એરપોર્ટ પર ધસી ગઈ હતી. જેના પગલે સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
સમગ્ર એરપોર્ટને કોર્નર કર્યા પછી પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એરપોર્ટની લોન્જમાં રહેલા મુસાફરોની ચકાસણી કરવા ઉપરાંત છેક અંદર સુધી તસેતસ્સુ તપાસી લેવામાં આવ્યંુ હતું. તે ઉપરાંત એરપોર્ટ તરફ જતા અને તમામ વાહનોના ચેકીંગની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ઉપરોક્ત મેઈલ ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે આવ્યા પછી એરપોર્ટ ઓથોરિટી દ્વારા વેસ્ટર્ન રીઝીયનમાં તે મેઈલ સરક્યુલેટ કરવામાં આવ્યો હતો. આ વેળાએ મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું પણ ચેકીંગ કરાયું હતું. આ પ્લેનમાં પોણા બસ્સો જેટલા મુસાફરો આવ્યા હતા તેમનું પણ ચેકીંગ કરાયું હતું. એસપી ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, એરપોર્ટ સિક્યુરિટી પીઆઈ ચૌધરી, સિટી સીના પીઆઈ એન.બી. ડાભી, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ ચેકીંગમાં જોડાયા હતા. ઈ-મેઈલ કયાથી આવ્યો છે તેની સાયબર સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે. ચેકીંગના અંતે કંઈ જ વાંધાજનક ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial