Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ગુરગઢ પાસે ઉખડી પડેલો વીજ થાંભલો બાઈકમાં યુવાન પર ત્રાટક્યોઃ મૃત્યુ

પોતાના લગ્નની કંકોત્રી આપી પરત જતા યુવાનનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: દ્વારકાના પોસીત્રા પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં જે યુવાનના લગ્ન નિરધારાયા હતા અને તેની જ કંકોત્રી આપીને પરત જતા આ યુવાન પર એક ડમ્પરચાલકની બેદરકારીના કારણે વીજ થાંભલો ત્રાટકતા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે અરેરાટી ફેલાવી દીધી છે.

આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ દ્વારકા તાલુકાના પોસીત્રા ગામમાં રહેતા રાજભા સાંગાભા માણેક અને તેના કૌટુંબિક ભાઈ ધર્મેશ કરશનભા માણેક પોતાના ઘરેથી ધર્મેશભાઈના લગ્નની કંકોત્રી આપવા માટે બાઈક પર નીકળ્યા પછી કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામ પહોંચ્યા હતા.

ત્યાં કંકોત્રી આપ્યા પછી રાજભા અને ધર્મેશભા પરત જવા માટે બાઈક પર રવાના થયા હતા. તેઓ જ્યારે ગુરગઢ ગામ નજીક પહોંચ્યા ત્યારે જીજે-૪-એટી ૨૧૨૨ નંબરના ડમ્પરના ચાલકે ચાલુ વાહને કોઈ કારણથી ડમ્પરની ટ્રોલી ઉંચી કરતા ટ્રોલી ઉપરથી પસાર થતી વીજલાઈનને અડકી હતી અને ટ્રોલી સાથે વીજલાઈન ખેંચાતા થાંભલો ઉખળી ગયો હતો અને નજીકમાંથી પસાર થતા બાઈક પર ધર્મેશભાઈના માથા પર ત્રાટક્યો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ધર્મેશભાનંુ માથાભાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. સાથે રહેલા રાજભા માણેકે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જી ડમ્પરચાલક નાસી ગયો છે. આ યુવાનના લગ્ન થાય તે પહેલા જ તેના પર કાળનો પંજો પડતા અરેરાટી પ્રસરી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh