Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડવાર આરક્ષિત અને સામાન્ય બેઠકોની વિગતો જાહેરઃ ૧૧ એપ્રિલ સુધી ભરાશે ફોર્મ

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૧૬માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો જાહેર થાઈ છે. આગામી તા. ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૧થી ૧૬માં કુલ ૬૪ બેઠકો પર આગામી તા.૨૬ એપ્રિલના મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.૧૧ એપ્રિલ સુધી ભરવામાં આવશે.

વોર્ડ નં.૧માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ, સામાન્ય અને બે બેઠકો સામાન્ય સ્ત્રી માટે, વોર્ડ નં. ૨માં ચાર બેઠકો જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, પછાત વર્ગ અને સામાન્ય માટે, વોર્ડ નં. ૩માં ચાર બેઠકો પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી, અનુસૂચિત જાતિ માટે અને સામાન્ય માટે, વોર્ડ નં. ૪માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, અનુસૂચિત આદિજાતિ માટે અને સામાન્ય માટે, વોર્ડ નં. ૫માં ચાર બેઠકો બે સામાન્ય સ્ત્રી માટે, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે, વોર્ડ નં. ૬માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે, 

તદૃપરાંત વોર્ડ નં. ૭માં ચાર બેઠકો પૈકી એક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે,  વોર્ડ નં. ૮માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે, વોર્ડ નં. ૯માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે, વોર્ડ નં. ૧૦માં ચાર બેઠકો પૈકી પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ અને એક સામાન્ય, વોર્ડ નં. ૧૧માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત જાતિ માટે અને એક સામાન્ય માટે, વોર્ડ નં. ૧૨માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે, વોર્ડ નં. ૧૩માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે, વોર્ડ નં. ૧૪માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે, વોર્ડ નં. ૧૫માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે  અને વોર્ડ નં. ૧૬માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં.૧ થી ૪ માં ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૧ થી ૪ના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન-૩, બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી સ્થળ, ડીઆઇએલઆર કચેરી, જિલ્લા સેવા સદન-૩ પ્રથમ માળ લાલ બંગલો કમ્પાઉન્ડના સરનામે જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૫ થી ૮ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૫ થી ૮ ના ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ની ચેમ્બર બીજો માળ, જિલ્લા પંચાયત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારી જિલ્લા પંચાયત જામનગર, ગ્રાઉન્ડ ફ્લોરમાં જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૯ થી ૧૨ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૯ થી ૧૨ ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૧ ની કચેરી બીજો માળ મહેસૂલ સેવા સદનમાં જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૧૩ થી ૧૬ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૧૩ થી ૧૬ ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્યની કચેરી મહેસુલ સેવા સદન બીજો માળ, શરુ સેક્શન રોડ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સિટી મામલતદારની કચેરીએ જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

ઉમેદવારી પત્રોનો નમૂનો ઉપરોક્ત જણાવેલ સ્થળોએથી નિર્ધારિત કરેલ સમય દરમિયાન મેળવી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૩ એપ્રિલના રોજ સવારે ૧૧ કલાકે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની નોટીસ ઉમેદવાર અથવા ઉમેદવાર જેલમાં હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આ અર્થ તેણે અધિકૃત કરેલ કોઈપણ વ્યક્તિ જે તે વોર્ડના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીને તેની ઓફિસમાં કચેરીના સમય દરમિયાન તા.૧૫ એપ્રિલના બપોરના ૩ વાગ્યા પહેલા પહોચાડી શકશે.

તા.૨૬ એપ્રિલના સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાન થશે. તેમ જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧થી ૧૬ના ચૂંટણી અધિકારીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh