Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ટાઉનહોલમાં નાટક ભજવવાની જાહેરાત પછી
જામનગર તા. ૯: રાજકોટમાં નથુરામ ગોડસેના નાટક સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરીને શો બંધ કરાવાયા પછી ગઈકાલે રવિવારે જામનગરમાં પણ નથુરામના નાટકના શો નું આયોજન થયું હતું.
પરંતુ કોંગ્રેસના વિરોધ પછી આ નાટક રદ્ કરાયું હતું અને આયોજકોએ શો બંધ રાખવાની જાહેરાત કરી હતી, જો કે કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ પાસે સૂત્રોચ્ચાર કરાયા હતાં.
ગઈકાલે જામનગરના ટાઉનહોલમાં 'હું નથુરામ ગોડસે' નાટકના શો નું આયોજન થયું હતું, પરંતુ મહત્મા ગાંધીના હત્યારાને હીરો દર્શાવવાના આ પ્રયાસ સામે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આ નાટકનો વિરોધ કર્યો હતો, અને જો શો રદ્ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી હતી. આ પછી પોલીસ અધિકારીને રૂબરૂ મળી આ શો રદ્ કરાવવાની માગણી કરી હતી. આખરે આયોજકોએ આ શો રદ્ કર્યો હતો.
પરંતુ તેની જાણ નહીં થતા ગઈ મોડી સાંજે કોંગ્રેસ દ્વારા પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કાર્યકર્તાઓ ટાઉનહોલ પહોંચ્યા હતાં જ્યાં તેમને શો બંધ રખાયો હોવાની જાણ થઈ હતી. આ સમયે ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત મોકલાયો હતો.
પરંતુ માગણી પરીપૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા કોઈ આક્રમક વલણ અપનાવાયું ન હતું, પણ ગાંધીજી અમર રહો, જેવા સૂત્રોચ્ચાર કરી પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી, અને નાટકની જાહેરાતનું બેનર ફાડી નાખ્યું હતું.
કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાની અગાઉ પ્રતિમા લગાવવાની ચેસ્ટા થઈ હતી, પરંતુ તે મૂર્તિને તોડી નાખવામાં આવી હતી અને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને હીરો ચિતરવામાં આવશે ત્યારે વિરોધ થશે જ.
ગઈકાલના સૂત્રોચારના કાર્યક્રમમાં મહાનરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial