Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરમાર્કેટમાં સામાન્ય તેજી જોવા મળી
મુંબઈ તા. ૧૦: ચાંદીની કિંમતમાં ફરી મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને સોનાની ચમક પણ ફિકકી પડી જતી હોય તેમ લાગે છે. વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય બજાર ધ્રુજ્યું છે.
વૈશ્વિક બજારમાં ભારે અસ્થિરતાની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી છે. મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અસર ચાંદીના ભાવ પર પડી છે.
આજે ૧૦ ફેબ્રુઆરીના બજાર ખુલ્યાના થોડા જ સમયમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો શરૂ થયો હતો. શરૂઆતમાં ચાંદી ૩૦૦૦ જેટલી ઘટી હતી, પરંતુ જોતજોતામાં માત્ર અડધા કલાકના ગાળામાં આ ઘટાડો ૫૪૦૦ રૂપિયાને પાર કરી ગયો હતો.
આ મોટા કડાકા બાદ ચાંદી રૂ.૨,૫૭,૨૧૫ પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી. ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં અંદાજે ૯૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા સાથે સોનું ૧,૫૭,૨૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર કારોબાર કરી રહૃાું હતું.
કોમેક્સ પર સોનું ૦.૩૨% ઘટીને ૫,૦૬૩ ડોલર/ઔંસ પર ટ્રેડ થઈ રહૃાું છે. ચાંદીમાં પણ ૦.૨૭% નો ઘટાડો નોંધાતા તે ૮૨.૦૧ ડોલર/ઔંસ પર પહોંચી છે.
બીજી તરફ આજે માર્કેટ ખુલ્યા પછી શેરબજારમાં સામાન્ય તેજી જોવા મળી રહી હતી અને બપોરે એક વાગ્યાના સુમારે નિફટી ૧૧૪ અને સેન્સેકસ ૩૬૪ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial