Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્ે જામનગરમાં પડયો પડઘોઃ
જામનગર/ પાટણ તા. ૧૩: દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્ે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડયો હતો. લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકોની કચેરીના પ્રાંગણમાં વીજ ઈજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયા હતાં. બીજી તરફ ઉર્જા સંકલન સમિતિએ બજેટ સત્રમાં વીજળી સુધારા બિલ પસાર કરવાના પ્રયાસ સામે ઉગ્ર લડતનું એલ્ટિમેટમ આપ્યું છે.
સમગ્ર દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડ્યો હતો, અને જામનગરમાં લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકોની કચેરીના પ્રાંગણ માં વીજ ઇજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરાયા હતા.
દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલી ચિંતા અંગે ઓલ ઇન્ડિયા પાવર એનર્જી ફાઉન્ડેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે દ્વારા કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓનું ખાનગીકરણ નહી કરવા માટે આવાજ ઉઠાવવામાં આવ્યો છે, તથા દેશભરના તમામ વીજ સંગઠનોને આ મુદ્દે સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.
આ અનુસંધાને ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર એસોસિએશન અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ આ બંને સંગઠનોના ગઠનથી રચાયેલ ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ઉપરોક્ત આંદોલનને નૈતિક સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
આ હાકલના ભાગરૂૂપે જામનગર ખાતે પી.જી.વી.સી.એલ. અને જેટકો ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા ગઈકાલે તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી ૨:૩૦ કલાક દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.
લાલ બંગલા સ્થિત વીજ કચેરી તેમજ સાત રસ્તા પાસે આવેલી જેટકોની કચેરીના પ્રાંગણમાં વીજ કંપનીના અધિકારીગણ અને કર્મચારીગણ વગેરેએ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓના ખાનગીકરણ તથા આઉટસોર્સિંગની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સંકલન સમિતિએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાથી જનહિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા, દરની નીતિ, રોજગારીની સુરક્ષા અને સેવા ગુણવત્તા જેવા મુદ્દાઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સમિતિએ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે.
આ સાથે સંકલન સમિતિએ રાજ્યના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે, કે આ વિરોધ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મર્યાદિત સમયગાળાનો હતો, અને આ હડતાલ/વિરોધના કારણે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠા અથવા સેવાઓમાં કોઈ અવરોધ કે અસર થવા દેવામાં આવી નથી.
બીજી તરફ ગુજરાત ઉર્જા સંયુકત સમિતિએ ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની તીવ્ર પ્રતિક્રિયા આવશે. સંકલન સમિતિ હેઠળના બંને આશરે ૪૫૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ઉગ્ર લડત માટેનો નિર્ણય લેવાની ફરજ પડશે અને ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવતા નિર્ણયને ટેકો આપવાની ફરજ પડશે જેનાથી જે કોઈ વિક્ષેપ ઉભો થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આ હડતાળ વીજળી ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં છે, જેમાં વીજળી (સુધારા)બિલ ૨૦૨૫ અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ ૨૦૨૬ પાછી ખેંચવાની, ખાનગી કરણ પ્રક્રિયા રદ કરવાની અને વીજળી કર્મચારીઓ માટે જખુની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી છે. વીજળી ક્ષેત્રમાં નિયમિત કાર્યનું વ્યાપક આઉટસોર્સિંગ છે. મુખ્ય માંગણીઓમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ, નિયમિત પદો પર સીધી ભરતી અને આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial