Advertisement
Author: નોબત સમાચાર

પૈસાની માંગણી કરી યુવાન પુત્રએ વૃદ્ધ માતા-પિતાને ફડાકા ઝીંકી ધમકી આપી

લાચાર પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના ગોકુલનગરથી આગળ આવેલા સિદ્ધાર્થ નગરમાં બુધવારની રાત્રે એક શખ્સે ઉશ્કેરાઈ જઈને પોતાના ૭૦ વર્ષના પિતા અને માતાને ફડાકા ઝીંકી ગાળો ભાંડવા ઉપરાંત ઝપાઝપી કરી પૈસાની માંગણી કરતા લાચાર પિતાએ ગઈકાલે પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારથી આગળ આવેલા હરિયા કોલેજ રોડ પર સિદ્ધાર્થનગરની શેરી નં.૨માં વસવાટ કરતા ભરતભાઈ સામતભાઈ સોંદરવા તથા તેમના પત્ની લક્ષ્મીબેન નામના વૃદ્ધ દંપત્તિ બુધવારે રાત્રે પોતાના ઘરે હતા.

આ વેળાએ કોઈ બાબતે બોલાચાલી થયા પછી તેમના પુત્ર રાજેશ (ઉ.વ.૪૦)એ  ઉશ્કેરાઈ જઈને ૭૦ વર્ષના પિતા ભરતભાઈ તથા માતા લક્ષ્મીબેન પર હૂમલો કરી ફડાકા ઝીંક્યા હતા. આ શખ્સે માતા-પિતાને ગાળો ભાંડી પિતા પાસે પૈસાની માંગણી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિતા ભરતભાઈએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગૂનો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh