Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત બે રાશિના જાતકોને સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી પ્રસન્નતા રહે, ધર્મકાર્ય-શુભકાર્ય થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
ઘર-પરિવાર, સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજના લીધે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા રાહત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં લાભ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય. ઉચાટ રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Libra (તુલા: ર-ત)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. વ્યાવહારિક કામકાજ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહો. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા અનુભવો અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૨-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંતાનનો સહકાર મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંંગે દોડધામ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭