Advertisement
Author: નોબત સમાચાર

દસ લાખ ડોલર ચૂકવો અને અમેરિકાના નાગરિક બનોઃ ટ્રમ્પના ગોલ્ડકાર્ડ વીઝા કાર્યક્રમ

વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં થયું લોન્ચીંગઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' લોન્ચ કર્યું છે, જેથી હવે ૧૦ લાખ ડોલરમાં યુએસની નાગરિક્તા મળશે. વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં 'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ કાર્યક્રમ હેઠળ ૧ મિલિયન ડોલર ચૂકવનારા વ્યક્તિઓને કાનૂની દરજ્જો અને યુએસ નાગરિક્તા મળશે. પાંચ મિલિયન ડોલરનું પ્લેટિનમ સંસ્કરણ પણ પ્રસ્તાવિત છે.

ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં 'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી, અને તે જ સમયે અરજીઓ સ્વીકારતી વેબસાઈટ સક્રિય કરવામાં આવી હતી. 'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ યુએસ એબી-પ વિજાને બદલે છે. તેની સ્થાપના યુએસ કોંગ્રેસ દ્વારા ૧૯૯૦ માં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી અનેતે લોકો માટે ઉપલબ્ધ છે. જેઓ ઓછામાં ઓછા ૧૦ લોકોને રોજગારી આપતી કંપનીમાં આશરે ૧ મિલિયન ડોલરનું રોકાણ કરે છે.

ટુથ સોશિયલ પરની એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડને બધા લાયક અને ચકાસાયેલ વ્યક્તિઓ માટે નાગરિક્તા મેળવવાનો સીધો માર્ગ ગણાવ્યો. રિપબ્લિકન નેતા ઈબી-પ વિઝાના આ નવા સંસ્કરણને યુએસ માટે ટોચની પ્રતિભાઓને આકર્ષવા અને જાળવી રાખવા તેમજ સરકાર માટે આવક ઉત્પન્ન કરવાના માર્ગ તરીકે જુએ છે. ટ્રમ્પ મહિનાઓથી ગોલ્ડ કાર્ડ વિઝા કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યા છે. શરૂઆતમાં સૂચવ્યું હતું કે તેનો ખર્ચ પ મિલિયન ડોલર થશે, પરંતુ પછીથી તેને ૧ મિલિયન ડોલર અને ર મિલિયન ડોલર કરવામાં આવ્યો.

'ગોલ્ડ કાર્ડ' વિઝા કાર્યક્રમ મૂળભૂત રીતે એક ગ્રીન કાર્ડ છે જે નાગરિક્તા મેળવવાની તક સાથે કાયમી કાનૂની નિવાસ પ્રદાન કરે છે. ટ્રમ્પે કહ્યું, મૂળભૂત રીતે તે ગ્રીન કાર્ડ છે, પરંતુ ઘણું સારૂ, ઘણું શક્તિશાળી, ઘણું મજબૂત.

સત્તાવાર વેબસાઈટ અનુસાર ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ પણ ટૂંક સમયમાં શરૂ થવાનુ છે, અને વિદેશી નાગરિકો હમણાં નોંધણી કરાવીને તેમનું સ્થાન સુરક્ષિત કરી શકે છે. કાર્ડધારકોને બિનપ્રયુએસ આવક પણ યુએસ કર ચૂકવ્યા વિના ર૭૦ દિવસ સુધી યુનાઈટેડ સ્ટેટ્સમાં રહેવાની મંજુરી આપે છે, જો કે પ્લેટનિમ કાર્ડ માટે પાત્ર બનવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટીની પ્રોસેસિંગ ફી ૧પ,૦૦૦ અને પ મિલિયનના યોગદાનની રસીદ જરૂરી છે, જો કે જે વ્યક્તિઓએ ક્યારેય યુએસ નાગરિકો અને નિવાસી એલિયન્સ જેવી બિનપ્રયુએસ આવક પર યુએસ કર ચૂકવ્યો છે, તેઓ ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ માટે અરજી કરવા પાત્ર નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh