Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરાયા
જામનગર તા. ૧૦: તાજેતરમાં જામનગર સિંધી સમાજના જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ સહાય સેવા કેમ્પ યોજાયો હતો.
જય શિવશક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે વિધવા સહાય, રાશન સહાય, ફ્રી મેડિકલ કેમ્પ, આરોગ્ય કેમ્પો તેમજ વિધાર્થીઓ ના ઉજવવળ ભવિષ્ય ની કારકિર્દી માટે શિક્ષણ ની શિષ્યવૃતિ વગેરે વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકઉપયોગી સેવાના કામ કરતી જામનગર સિંધી સમાજ ની સેવાભાવી સંસ્થા દ્વારા ૭૦ વિધાર્થીઓના ઉજવવળ ભવિષ્ય માટે શિષ્યવૃતિ સહાય અર્પણનો સેવા કેમ્પ યોજાયો હતો.
જામનગર શહેર વોર્ડ નંબર ૧૩ ના નગરસેવિકા બબીતાબેન મુકેશકુમાર લાલવાણી અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૧૪ ના યુવા મોરચા ના ઉપપ્રમુખ કપિલ ઇશ્વરલાલ મેઠવાણીના સહયોગથી તાજેતરમાં શહેરના નાનકપુરી સ્થિત શ્રી ગુરુનાનક મંદિરમાં સિંધી સમાજના વિધાર્થીઓના આગળના ઉજ્વળ ભવિષ્યની કારકિર્દી માટે ધોરણ ૦૭ થી માસ્ટર કોલેજ સુધીના અભ્યાસ કરતા ૭૦ વિધાર્થીઓને રૂપિયા ૧૦ લાખ ની રકમ શિષ્યવૃતિ સહાય ચેક અર્પણના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કાર્યક્રમ ના અતિથિ વિશેષ જામનગર ૭૯ ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, માજી શહેરી વિકાસ મંત્રી પરમાનંદ ખટ્ટર અને સિંધી સમાજ ના હોદેદારો ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તકે જામનગર દક્ષિણ ૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને જામનગર સિંધી સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમ કકનાણી, સંસ્થાના પ્રમુખ રમેશ લાખાણી, સિંધી સમાજ જામનગરના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, હરેશ ગનવાણી, સેક્રેટરી કિશોર સંતાણી, તેમજ ગુરુનાનક મંદિરના ટ્રસ્ટી કેશુભાઈ આહુજા અને જીતેન્દ્ર લાલવાણી તથા સમાજના હોદેદારો અને સંસ્થા ના હોદેદારો અને કારોબારી ટીમ દ્વારા હાજર રહી વિધાર્થીઓ ને શિષ્યવૃતિ સહાય ચેક અર્પણ અને શિક્ષણ અંગે એકાગ્રત રહી ઉજ્વળ કારકિર્દી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા નવા ભારત ના સંકલ્પ સાથે વડાપ્રધાનના આદેશ વોકલ ફોર લોકલ અને સ્વદેશી ઉત્પાદન ચીજ વસ્તુઓના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન પાઠવાયું હતું.જેને લઈ હાજર સૌ વિધાર્થીઓ અને વાલીગણ અને ઉપસ્થિત સૌ એ સ્વદેશી ઉત્પાદન અને વોકલ ફોર લોકલ ચીજ વસ્તુ ન ઉપયોગ નો સંકલ્પ લીધો હતો. તેમ જય શિવશક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશ લાખાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial