Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં કચરા કલેક્શન ગાડી છેક ચાર દિવસે આવી...!

વ્યવસ્થિત એજન્સીને કામ સોંપવાની લોકોમાં માંગઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ખંભાળિયા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની સિસ્ટમ હોળીના તહેવારો પછી બગડી ગઈ હોય તેમ અહીંના કેટલાયે વિસ્તારોમાં ચોથા દિવસે કચરો કલેક્શન માટે ગાડી આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

વોર્ડ-૭ રામનાથ સોસાયટીમાં ચોથા દિવસે કચરાની ગાડી નહીં આવતા, ઘેર ઘેર કચરો સંગ્રહ કરવાની ડોલો તથા કચરાની પેટીઓ છલકાતી હોય, મહિલાઓ દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆતો કરાતા પાલિકા સદસ્યા હિનાબેન આચાર્ય દ્વારા તુરત જ પાલિકા સફાઈ તંત્રના અધિકારીઓને દોડાવીને કચરા ગાડી મગાવીને કચરો ઉપાડાવતા લોકોને રાહત થઈ હતી.

જો કે, પાલિકાના મોટાભાગના વાહનો વાપરીને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા કોન્ટ્રાક્ટર દ્વારા દરરોજ કચરો ઉપાડવાના બદલે વાહનો બગડી જવાનું કે માણસો નહીં હોવાનું કહીને દરરોજ કચરો ઉપાડવાની કામગીરીમાં ગાબડું પાડી દેતા હોય છે. લોકો કચરાની ગાડી આવવાની રાહમાં કચરો ઘરમાં સંગ્રહ કરે છે, જયારે ત્રણ દિવસે પણ કચરા ગાડી ના આવતા ગંદકીનો માહોલ ઘરમાં થઈ જતો હોય, કચરાનો કોન્ટ્રાક્ટ નવો આપવાનો છે ત્યારે વ્યવસ્થિત એજન્સીને કામ પર રાખવાની લોકોમાં માગ ઊઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh