Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર.એસ.પી.એલ. કંપનીની સી.એસ.આર. હેઠળ
ભાટીયા તા. ૮: આર.એસ.પી.એલ. (ઘડી ડીટર્જનટ) કંપનીની સી.એસ.આર. અંતર્ગત વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભાટીયામાં લક્ષ્મીદેવી દયાલદાસ એકેડમી (એલ.ડી.એ. સ્કૂલ) ની અતિ આધુનિક અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે તેવી એસ.ડી.ઓ. સ્પોર્ટસ એકેડમીનો આરંભ કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, જિ.પ્રા.શિ.અધિકારી મધુબેન ભટ્ટ, આર.એસ.પી.એલ. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ ઓફિસ) હરીશ રામચંદાણી, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એલ.ડી.એ. સ્પોર્ટસ એકેડમી બાસ્કેટ બોલ, ગ્રાઉન્ડ સેટ, ક્રિકેટ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, બેડમિન્ટન ગ્રાઉન્ડ, વોલીબોલ ગ્રાઉન્ડ સહિતની અનેક રમત ગમત સુવિધાઓ ધરાવે છે.
આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા તથા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં વિજેતા તેમજ રનર્સ અપ બનેલા એલ.ડી.એ.સ્કૂલના કુલ ૩૦ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર પાઠવી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ઉત્તમ કામગીરી કરનાર સ્પોર્ટસ કોચ જય શ્રીપાલી તથા ધ્રુવીબા વાઢેરને પણ સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial