Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરદાર પટેલના જન્મદિનની ઉજવણી અંતર્ગત
દ્વારકા તા. ૧૪: દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આગામી મંગળવારે જન્મ જયંતીની દેશભરમાં ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવનાર હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી ૧૮ નવેમ્બરે ખંભાળીયાના મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી યુનિટી માર્ચનો પ્રારંભ થશે, જે આઈ.ટી.આઈ. નજીક વેલકમ ગેઈટ, ગોરીવાવ ગૌશાળા, નરશી ભૂવન, નગર ગેઈટ, શારદા સિનેમા, રોકડીયા હનુમાન મંદિર, ગાંધીજી સ્ટેચ્યુ, આદર્શ સ્કૂલ, રામનાથ સોસાયટી થઈને રામનાથ મંદિરે વિરમે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના રૂટમાં વિવિધ જગ્યાઓએ સ્થાનિક સમૂહો દ્વારા યુનિટી માર્ચમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા નગરજનોને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તૂત કરાશે. યુનિટી માર્ચની પૂર્વ તૈયારી રૂપે ખંભાળીયાના પ્રાંત અધિકારી કે.કે.કરમટાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં સ્થાનીય પદાધિકારીઓ, અધિકારીઓ વિગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial