Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં તેજીઃ સેન્સેકસમાં ૧૬૦૦ અને નિફટીમાં ૪૮૮ પોઈન્ટનો ઉછાળો

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાંચ દિવસના સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવતા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૪: ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે છેલ્લા ૨૪ દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૫ દિવસના સીઝફાયરની જાહેરાત કરવામાં આવતા જ વૈશ્વિક બજારોમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે. આ પોઝિટિવ સેન્ટિમેન્ટની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. જ્યાં મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા છે.

સોમવારે ૧૮૩૬ પોઈન્ટના કડાકા સાથે બંધ થયેલું બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સ ૧૮૦૦ પોઈન્ટ સુધી ઉછળી ગયો હતો. સવારે ૯:૫૪ વાગ્યે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ +૧૧૫૭.૫૮ પોઈન્ટની તેજી સાથે ટ્રેડ કરી રહૃાો હતો. જોકે, શરૂઆતની ૧૫ મિનિટમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ ૯૯૬ પોઈન્ટના વધારા સાથે ૭૩,૬૭૭.૧૦ પર પહોંચ્યો હતો.

ટ્રમ્પની જાહેરાત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં નરમી આવતા રોકાણકારોનો ભરોસો વધ્યો છે. ગ્લોબલ સંકેતોને પગલે ગિફ્ટ નિફ્ટીમાં ૩૫૫ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે જાપાન અને કોરિયાના બજારો પણ ૧ થી ૨% મજબૂત થયા છે. ટોપ ગેઈનર્સમાં નિફ્ટી ૫૦ પર શ્રીરામ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ડિગો અને ટાઈટન જેવા શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહૃાા છે. અંતિમ સમાચાર પ્રમાણે સેન્સેકસમાં ૧૬૦૦ પોઈન્ટનો વધારો અને નિફટીમાં ૪૮૮ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

એક તરફ શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે, તો બીજી તરફ બુલિયન માર્કેટ (સોના-ચાંદી) પર દબાણ વધ્યું છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ ઘટતા મંગળવારે સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ અંદાજે ૨૦૮૧ રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી પણ આશરે પ્રતિકિલો ૮૫૪૯ રૂપિયા જેટલી ગગડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh