Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાવન વિદ્યાર્થીઓ પૈકી ચોપન વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણઃ
જોડીયા તા. ૬: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી એચ.એસ.સી. ધો ૧૨ની પરીક્ષામાં જાણીતી સેવાભાવી, સામાજિક, મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા, જોડિયા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર ૫૫ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૫૪ વિદ્યાર્થિનીઓ ઊત્તીર્ણ થતા શાળાનું ૯૮.૧૮% પરિણામ આવ્યું છે.
એ-૨ ગ્રેડમાં બે વિદ્યાર્થિનીઓ, બી-૧ ગ્રેડમાં તેર વિદ્યાર્થિનીઓ અને બી-૨ ગ્રેડમાં અઢાર વિદ્યાર્થિનીઓ, સી-૧ ગ્રેડમાં અઢાર અને સી-૨ ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થિનીઓ ઊત્તીર્ણ થયેલ છે.
શાળામાં અભ્યાસ કરતી બગડા પૂજા સામતભાઈ ૬૧૧ ગુણ મેળવી ૯૬.૭૨ પર્સન્ટાઈલ સાથે પ્રથમ, સન્ના આફિનાબાનુ અલીઅકબર ૫૮૯ ગુણ મેળવી ૯૩.૬૭ પર્સન્ટાઈલ સાથે દ્વિતીય અને જેપાળ પાયલ ધનસુખભાઈ ૫૪૬ ગુણ મેળવી ૮૪.૫૮ પર્સન્ટાઈલ સાથે તૃતીય ક્રમે આવેલ છે.
સંસ્થાના ટ્રસ્ટીગણે શાળાના આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમા, શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. ઊત્તીર્ણ થયેલ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial