Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિલા સહિત આઠ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૪: જામનગરના યાદવનગરમાં ગઈકાલે સાંજે એકઠા થયેલા બે મિત્ર વચ્ચે મજાક મસ્તીમાં બોલાચાલી થયા પછી મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા બે મહિલા સહિત આઠ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. હુમલામાં એક મહિલા સહિત ચારને ઈજા થઈ હતી.
જામનગરના યાદવનગર વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં વસવાટ કરતા કેશુરભાઈ માલદેભાઈ ભાટીયા નામના યુવાન અને તેમના મિત્ર દીપક ધરણાંતભાઈ વસરા ગઈકાલે સાંજે યાદવનગરમાં એક દવાખાના પાસે મળ્યા પછી મજાક મશ્કરી થઈ હતી. જેમાં બોલાચાલી થયા પછી કેશુરભાઈ પર પાઈપથી દીપક ધરણાંતભાઈ તેમજ દેવાણંદ ધરણાંતભાઈ, વિપુલ દેવાણંદભાઈ, વિજય દેવાણંદભાઈ નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર અંજુબેન તથા મયુરભાઈને પણ પાઈપ ફટકારવામાં આવ્યા હતા. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદની સામે દીપક ધરણાંતભાઈ વસરાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના મિત્ર કેશુર માલદેભાઈ ભાટીયા સાથે ગઈકાલે સાંજે મસ્તી મજાકમાં બોલાચાલી થયા પછી કેશુરભાઈ તેમજ અંજુબેન કિશોરભાઈ આંબલીયા, હંસાબેન મોહિતભાઈ આંબલીયા, મયુર કરશનભાઈ ભાટીયાએ ધોકા-પાઈપ, ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો અને વિજયભાઈ તથા વિપુલભાઈ વચ્ચે પડતા તેઓને પણ ઈજા કરવામાં આવી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial