Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના મંદિર સુધી ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
ખંભાળિયા તા. ૯ઃ ભારત પર પાકિસ્તાને મિસાઈલોનો નિષ્ફળ વાર કર્યાના પગલે ભારતે લાહોર તથા પાકિસ્તાનના અન્ય શહેરો પર હુમલાને પગલે દ્વારકા જિલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં શરૃ કરાયા હતાં તથા લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરાઈ હતી.
ગઈકાલે ખંભાળિયા-દ્વારકા વિસ્તારમાં રાત્રે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા ઘેર જવા કહેવાયું હતું તથા દ્વારકા મંદિર આસપાસ ચૂસ્ત બંદોબસ્ત સાથે રાઉન્ડ ધી ક્લોક દરિયામાં પણ પેટ્રોલીંગ શરૃ થયું છે.
લોકોમાં ઉત્તેજના
રાત્રે સોશિયલ મીડિયા તથા ટી.વી.માં ભારત-પાકિસ્તાન યુદ્ધ, મિસાઈલ ફેંક્યા, પ્લેનો તોડાયા હુમલાના સમાચાર પ્રસારીત થતા લોકો ટી.વી. સામે ગોઠવાઈ ગયા હતાં તથા મોડી રાત્રિ તથા વહેલી સવાર સુધી ટી.વી.માં લાઈવ કાર્યક્રમો જોતા હતાં તથા સરહદી વિસ્તારોમાં રહેતા તેમના સગાસંબંધીઓની પૂછપરછ કરતા હતાં. યુદ્ધના ખબર પડતા જ લોકો બજારોમાં જરૃરી વસ્તુઓ ઘઉં-બાજરો લોટ, શાકભાજી, તૈયાર નાસ્તો, દળણા વિગેરે કરાવવા ઉમટી પડતા પ્રૌઢોને ૧૯૭૧ ના યુદ્ધનો સમય તાજો થયો હતો. તે વખતે તો રેડિયો પર જ આધાર હતો અને ફોન તો ભાગ્યશાળીના ઘરે જ હતાં જેથી આ વખતે ટી.વી. પર લાઈવ જોવું તથા સોશિયલ મીડિયામાં સતત અપડેટ તથા ઈન્ફરમેશન યુગમાં નવી નવી જાણકારીથી લોકો યુદ્ધની સ્થિતિથી સમક્ષ અપડેટ થતા રહે છે.
સાવચેતીના પગલાંની અપીલ
સરકારી તંત્રો દ્વારા સાવચેતીના પગલાંની અપીલ પણ થઈ છે કે આપાતકાલીન સમય માટે ખાસ કીટ તૈયાર રાખવી જેમાં ઓળખપત્ર, જરૃરી દવાઓ, તૈયાર ખોરાક, પાણી, રેડિયો જેવી વસ્તુઓ રાખવી. નજીકના શરણ સ્થળની જાણકારી રાખવી, આપાતકાલીન સ્થિતિમાં મદદ માટેના નંબરો મેળવી રાખવા, બ્લેકઆઉટના સમયમાં ઈન્ટરથી લાઈટનો પ્રયોગ ટાળવો, આસપાસના પાડોશી મળીને સ્થાનિક સુરક્ષા ગ્રુપ બનાવવું, માત્ર સરકારી અને વિશ્વસનિય લોકોની જાણકારી જ માન્ય ગણવી, ડીડી ન્યૂઝ, પી.આઈ.પી. અફવાઓ ફેલાવી નહીં, ભરોસો ના કરવો, પ્રશાસન અધિકારીઓના સંપર્કમાં રહેવું, સેના કે લશ્કરની ગતિવિધિઓ વાહનો નીકળવા જેવા વીડિયો સોશિયલ મીડિયામાં ના મૂકવા, સાયરન રેડિયો પર તંત્રની સત્તાવાર સૂચના, લાઉડ સ્પીકર પર તંત્રની સૂચનાનું તુરંત પાલન કરવું. સીમાવર્તી વિસ્તારમાં ફાયરીંગ ધડાકા થાય તો સુરક્ષિત સ્થળોનો આશ્રય લેવા જણાવાયું હતું. ભારતીય સેના લશ્કરને લગતી શંકાસ્પદ પોસ્ટ હોય તો પી.આઈ.બી.ને રિપોર્ટ કરવા જણાવાયું છે. વ્હોટ્સ અપ નં. ૯૧૮૭૯૯૭ ૧૧રપ૯ પર જણાવવા કહેવાયું છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સમર્થિત જુઠ્ઠી ખબરોથી ચેતતા રહેવા પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial