Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાન ખોલતા હતા ત્યારે પાઈપથી તૂટી પડ્યોઃ
જામનગર તા. ૩૧: ધ્રોલના લતીપર ગામમાં રવિવારની રાત્રે જાહેરમાં ગાળો બોલતા એક શખ્સને એક વૃદ્ધાએ દૂર જઈને ગાળો બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા આ શખ્સે ઝઘડો કર્યા પછી સોમવારની વહેલી સવારે પોતાની દુકાન ખોલી રહેલા વૃદ્ધ પર પાઈપથી હુમલો કરી તેઓનો હાથ ભાંગી નાખ્યો હતો. પોલીસે હુમલાખોરની શોધ હાથ ધરી છે.
ધ્રોલ નજીકના લતીપર ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ધરમશીભાઈ મેંદપરા નામના વૃદ્ધ તથા તેમના પત્ની અને અન્ય પરિવારજનો રવિવારની રાત્રે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે લતીપરમાં જ રહેતો ચેતન વસંતભાઈ ધોરેચા નામનો શખ્સ ત્યાં આવીને ગાળો બોલતો હતો. તેથી લક્ષ્મણભાઈના પત્નીએ ત્યાંથી દૂર જઈને ગાળો બોલવાનંુ કહ્યું હતું તેથી ચેતન ઉશ્કેરાયો હતો.
ત્યાંથી ચાલ્યા ગયા પછી વહેલી સવારે ફરીથી આ શખ્સે લક્ષ્મણભાઈના ઘર પાસે જઈ ગાળો ભાંડ્યા પછી સાડા છએક વાગ્યે ભારત પાન નામની પોતાની દુકાને ગયેલા અને ત્યાં સફાઈ કરી રહેલા લક્ષ્મણભાઈ પર પાઈપથી હુમલો કરી આ શખ્સે માર માર્યાે હતો.
આ વૃદ્ધને માથા તથા હાથમાં પાંચેક જેટલા ફટકા મારી દેવામાં આવતા તેઓનો ડાબો હાથ ભાંગી ગયો છે. સારવારમાં ખસેડવામાં આવેલા લક્ષ્મણભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલા ખોર ચેતન વસંતભાઈની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial