Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારોને પ્રાદેશિક નિયામકનું તેડું: ભારે ચર્ચા

પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યાેના સંદર્ભમાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસકાર્યાેના સંદર્ભમાં પાલિકા પ્રાદેશિક નિયામક મહેશ જાનીની ખાસ સૂચનાથી ડેપ્યુટી ઈજનેરો સાથેની ટૂકડીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં તાકીદની અસરથી પાલિકાના હોદ્દેદારો તથા ઈજનેર અધિકારીઓને પ્રાદેશિક નિયામક દ્વારા રાજકોટ બોલાવતા ભારે ચર્ચા જાગી હતી.

પાલિકા હોદ્દેદારો, ચીફ ઓફિસર તથા ઈજનેરને પ્રાદેશિક નિયામક દ્વારા કેટલીક બાબતે કડક સૂચનાઓ આપી હતી. તેમજ કેટલીક બાબતે માહિતી માંગી છે, જે અંગે ચર્ચા જાગી છે.

પાલિકા ખંભાળિયામાં કેટલાક કોન્ટ્રાક્ટ આપવામાં વધુ ભાવોના ટેન્ડરો મંજૂર કરવા તથા પાલિકાના થતા રસ્તાના કામોની નબળી ગુણવતા વગેરે મુદ્દાઓ પણ ચર્ચાસ્પદ બન્યા છે. ભાડાપટા સહિતના ચર્ચાસ્પદ પ્રકરણો હોય, પ્રાદેશિક નિયામક પછી ઉચ્ચકક્ષાએથી પણ તમામ આવે તો નવાઈ નહી!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh