Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્શન-પૂજન, મહાઆરતી, મહારાસ અને મહાપ્રસાદનો હજારો માઈભક્તોએ લાભ લીધોઃ
જામનગરમાં શ્રી ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત મહોત્સવમાં હજારો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો. જામનગરના રણજીતસાગર રોડ સ્થિત ખોડિયાર પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં શ્રી ખોડલધામ પરિવાર અને મંદિર સમિતિ દ્વારા સતત ચોથા વર્ષે 'રાંદલ માઁ લોટા ઉત્સવ'નું અત્યંત ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં શાસ્ત્રોક્ત પૂજન વિધિ, મહિલા સત્સંગ અને ઝળહળતી મહાઆરતી યોજાઈ હતી, જે પછી ખેલૈયાઓએ મહારાસની રમઝટ બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માઈભક્તોએ અનોખી શ્રદ્ધા સાથે માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial