Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવસ રાત સરખાઃ વસંત સંપાતઃ સ્પેરો ડેઃ હેપીનેસ ડે
જામનગર તા. ૧૮: તા. ૨૦મી માર્ચનો ખાસ દિવસ કે જે ખગોળની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, અને તેને વસંત સંપાત, સ્પેરો ડે, અને હેપીનેસ ડે તરીકે પણ ઓળખાય છે.
ખગોળશાસ્ત્રની દૃષ્ટિ એ ૨૦ માર્ચના દિવસનું મહત્ત્વ એ પણ છે કે અયનકાળ અને સંપાતકાળ મુજબ આ દિવસથી વસંત ઋતુનો આરંભ થાય છે. જે પ્રકૃતિમાં સૌંદર્ય અને સુખાકારી ઋતુ મનાય છે.
સૂર્ય જ્યારે રવિ માર્ગ ઉપર પોતાની દક્ષિણથી ઉત્તર તરફની વાર્ષિક આકાશી યાત્રા તરફ આગળ વધતો જાય છે, ત્યારે એના મેષ રાશિ પ્રવેશ વખતે તે આકાશી વિષુવવૃત્તને એક બિંદુ આગળ છેદે છે, જેને વસંત સંપાત કહેવામાં આવે છે. આ સ્થાન ને સાયન ગણના પ્રમાણે આરંભ સ્થાન પણ કહેવામાં આવે છે. આ ઘટના ૨૧ માર્ચ ની આસપાસ બને છે. આ વર્ષે આ ઘટના ૨૦ માર્ચના બનશે.
આ દિવસે સૂર્યકિરણો પૃથ્વીના એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધીના બે સરખા ભાગ પાડી દે છે. જેથી પૃથ્વીના દરેક ભાગમાં રાત્રી અને દિવસની લંબાઈ સરખી બને છે.
ખગોળની પરિભાષામાં કાન્તિવૃત્ત અને વિષુવવૃત્ત એકબીજાને છેદે છે, તે દરેકને સંપાતબિન્દુ કહેવામાં આવે છે.
૨૦ માર્ચના જ્યારે સૂર્ય ૧૪૯ મિલિયન કિલોમીટર દૂર હશે ત્યારે તેના કિરણો સીધા વિષુવવૃત્ત ઉપર પડશે.જુદાજૂદા શહેરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થોડી મિનિટોનો ફરક રહેતો હોય છે, પરંતુ એકંદરે આ દિવસે ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રિ હોય છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉગશે અને બરાબર પશ્ચિમ દિશામાં આથમશે.
૨૦ માર્ચના વિશ્વ હેપીનેસ દિવસ ઉજવશે. કોઇ ના જન્મ દિવસે, કોઇ ખાસ તહેવારના દિવસે હેપી બર્થડે એવા શુભેચ્છાના ખૂબ સંદેશાઓ સોશ્યલ મિડીયા મારફત મોકલાતા હોય છે, પરંતુ ખરેખર તે સંદેશાઓમાં આત્મિયતા હોય છે ? ખરેખર તો સમગ્ર વિશ્વનું સંચાલન કરનાર શક્તિમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને જ સદા હેપી રહી શકાય.
આપણા પર્યાવરણમાં જેનું ખૂબ જ મહત્ત્વ છે, અને શહેરીકરણની દોટમાં જેની સંખ્યા ઘટવા લાગી છે, તે ચકલીઓને બચાવવા અને તેના સંવર્ધન માટે ૨૦ માર્ચના સ્પેરો દિવસની ઉજવણી કરવામાં આવે છે.
થોડો વર્ષો પહેલાં ઘેર ઘેર ચકલીઓનો કલરવ સાંભળવા મળતો, પરંતુ આજે મોબાઈલ ફોનનું રેડિયેશન, નવી ઢબના બાંધકામ, એરકંડિશનનો વધુ ઉપયોગ, વૃક્ષોનું નિકંદન વગેરેથી ચકલીઓ દૂર જવા લાગી છે. હવે થોડી સભાનતા અને સમજ ને કારણે પ્રકૃતિ અને વૃક્ષોની કિંમત સમજાઇ છે. ચકલીઓના માળાના વિતરણ, ધર આંગણે વૃક્ષોનું વાવેતરને કારણે ચકલીઓનો થોડો કલરવ સાંભળવા મળી રહૃાો છે.
સંકલનઃ કિરીટ શાહ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial