Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાનના અનેક શહેરો પર ભારતનો પ્રચંડ બોમ્બમારો
નવી દિલ્હી તા. ૯ઃ પાકિસ્તાને સતત બીજા દિવસે રાત્રે ડ્રોન અને મિસાઈલથી હુમલા કર્યા. આ હુમલા ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં કરવાના પ્રયાસ કરાયા હતા. પાકિસ્તાનના ડ્રોન- મિસાઈલ હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કરી દીધા હતા. પાકિસ્તાની હુમલા પર ભારતે જડબાતોડ જવાબ આપવાનું શરૃ કરી દીધું હતું. પાકિસ્તાન સરહદ નજીકનાં તમામ રાજ્યોને એલર્ટ જાહેર કરી દેવાયાં હતાં. પાકિસ્તાનના હુમલાથી કોઈ નુકસાન થયું નથી.
પાકિસ્તાની વાયુસેનાએ ભારતમાં જેટથી હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો જેમાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનનાં ફાઈટર જેટ તોડી પાડયાં હતાં. આ સિવાય ભારતે પાકિસ્તાનના એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ વિમાનને તોડી પાડયું હતું.
પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની ૪ એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦, એલ-૭૦, ઝેડએસયુ-૨૩ અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ એકિટવેટ કરી દેવાઈ હતી. પાકિસ્તાનના ડ્રોન અટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઈન્ટરસેપ્ટ કરી રહી છે એટલે કે ભારતની મિસાઈલ સિસ્ટમે તમામ ડ્રોનને આકાશમાં જ તોડી પાડયાં હતાં.
જમ્મુ એરપોર્ટ, જમ્મુ વિશ્વ વિદ્યાલય, ઉધમપુર, પઠાણકોટ એરબેઝ, આરએસપુરા, સાંબા, અરનિયા, જૈસલમેર, પોખરણ સહિતના વિસ્તાર. મળી પાકિસ્તાને ભારતનાં ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા હુમલા કર્યા એના વળતા જવાબમાં ભારતે મોડી રાત્રે લાહોર, સિયાલકોટ, કરાચી, પેશાવર અને ઈસ્લામાબાદમાં વળતો હુમલો કરતાં ઠેર-ઠેર બોમ્બમારો કર્યો હતો.
પાકિસ્તાની સેના અને સરકારના અનેક મોટા અધિકારીઓ વિદેશ ભાગ્યા, ઈસ્લામાબાદ એરપોર્ટ પરથી અનેક પ્રાઈવેટ જેટ ઉડયાં હતા. અરબી સમુદ્રમાં તહેનાત આઈએનએસ વિક્રાન્ત પરથી ભારતીય નૌસેનાએ કરાચી પર હુમલો કર્યો હતો એમાં કરાચી શહેર અને કરાચી પોર્ટ પર મોટું નુકસાન થયું હતું. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘર પાસે પણ મેસિવ વિસ્ફોટકોના ધડાકા સંભળાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં તનાવ વધતાં વૈષ્ણોદેવી મંદિર પરિસર અને આસપાસ બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મોડીરાતે ફરીથી જમ્મુ, જેસલમેર, પંજાબ, પઠાણકોટમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. તેને ભારતની સિસ્ટમે ખાળ્યા હતા. ભારતીય સેનાએ બે જેએફ-૧૭ અને એક એફ-૧૬ જેટ તોડી પાડયાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial