Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૫-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક અનિશ્ચિતતા તેમજ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ચિંતા વ્યક્ત કરતાં પડકારોની સ્થિતિ વચ્ચે સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી, જો કે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ ફરી વકરતાં અને ટ્રમ્પ એક પછી એક દેશોને નિશાન બનાવીને મિત્ર દેશ કહીને આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરતાં રહેતાં વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટ સાથે ભારતીય શેરબજારનું પણ સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું, જો કે ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૪% અને નેસ્ડેક ૦.૨૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૭% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૪૪ અને વધનારની સંખ્યા ૨૧૫૨ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૭૮૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૯૭૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૮૮૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૭૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૭૯૫૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૧,૧૨,૧૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૧૨,૪૪૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૧૨,૧૩૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૫૭૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૧૨,૩૬૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, ઇન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, અને કોમોડીટીઝ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ફોસીસ લિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફિનસર્વ જેવા શેરો ૧.૫% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે એચસીએલ ટેકનોલોજી, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૩.૦% થી ૦.૦૧% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ટાટા ટેકનોલોજીસ (૭૨૭) : આઈટી ઇનેબલ્ડ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૩૪ થી રૂ.૭૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૭૪૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (૬૧૧) : હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરના આ સ્ટોક રૂ.૫૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૫૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૬૨૪ થી રૂ.૬૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
કલ્યાણ જ્વેલર્સ (૫૯૦) : રૂ.૫૭૭ નો પ્રથમ તેમજ રૂ.૫૬૦ બીજા સપોર્ટથી જેમ્સ, જવેલરી એન્ડ વોચ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૬૧૪ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શક્યતા છે...!!
ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૯) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વર્તમાન વર્ષના જૂનમાં દેશમાં ૨૫ લાખ નવા ડીમેટ ખાતા ખોલાવાયા છે જે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સૌથી મોટો ઉમેરો છે. ૨૫ લાખ નવા ડીમેટ ખાતા સાથે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા વધી ૨૦ કરોડની નજીક પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. જૂન માસમાં શેરબજારમાં ફરી આવેલી રેલીને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જૂન ૨૦૨૪માં કુલ ૪૫ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ આંક ૪૮ લાખ રહ્યો હતો પરંતુ ત્યાર બાદ વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવને લઈને ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં સ્થિતિ ડામાડોળ થતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનો વિશ્વાસ કથળી ગયો હતો જેને પરિણામે નવ ા ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો હતો.
જુન ૨૦૨૪માં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૧૬.૨૦ કરોડ હતી જે વર્તમાન વર્ષના જૂનના અંતે વધી ૧૯.૯૦ કરોડ પર પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. માર્ચ-એપ્રિલની સરખામણીએ જૂનમાં શેરબજારની મજબૂત કામગીરીને પગલે રોકાણકારો ફરી શેરબજાર તરફ વળ્યા છે. માર્ચમાં શૂન્ય અને એપ્રિલમાં એક લિસ્ટિંગ બાદ જૂનમાં આઠ જેટલી કંપનીઓએ બજારમાંથી રૂ.૧૭૫૦૦ કરોડથી વધુ રકમ ઊભી કરી હતી. વિશ્વના અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારતના અર્થતંત્રની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. ઉપરાંત સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત સાથે ગ્રામીણ માંગ પણ મજબૂત રહેવાની શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.