Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના
જામનગર તા. ૨૬: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અધ્યક્ષતામાં તાલીમ યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયત કચેરી જામનગરમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનામાં કાર્યરત બ્લોક અને કલસ્ટર કો-ઓર્ડિનેટર માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડના અધ્યક્ષસ્થાને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી, ગાંધીનગર, રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા ગુજરાત, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું અયોજન થયું હતું. આ તાલીમમાં જામનગર, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કો-ઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો. એસઆઈઆરડીના વિશેષ નિયામક બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ના વિવિધ ઘટકો અંગે માહિતગાર કરવામાં આવ્યા. આ
પ્રસંગે રાજ્ય કક્ષાએથી એસઆઈઆરડી ના કોર ફેકલ્ટી નીલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડી.આર.ડી.એ નિયામક શારદા કાથડે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો અને ટીમને માર્ગદર્શન આપ્યું હતું. નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત તાલીમના ઉદૃેશો અને પરિણામલક્ષી અસરકારક કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસ.આઈ.આર.ડી.ના માસ્ટર ટ્રેનર્સે તમામ તાલીમાર્થીઓને એસબીએમ ફેઝ-૨ ના વિવિધ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વીડિયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન, અન્ય પ્રવૃત્તિઓ, અને સંવાદ જેવા માધ્યમો દ્વારા પ્રશિક્ષણ પુરૂં પાડયુ હતું. સ્વચ્છ ભારત મિશનના ડિસ્ટ્રિકટ કો-ઓર્ડિનેટર વિજયભાઈ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા તાલીમનું સફળ આયોજન કરાયુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial