Advertisement
Author: નોબત સમાચાર

કંબોડિયા-થાઈલેન્ડ જંગમાં ૧પ ના મૃત્યુઃ લાખો લોકોનું પલાયનઃ પરસ્પર હુમલા વધ્યા

પેગોડા પર હુમલા થતા બૌધ ભિક્ષુકો ભાગ્યાઃ હોસ્પિટલો પર હુમલાનો આક્ષેપઃ ૪૬ ઘાયલ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રપઃ થાઈલેન્ડ,કંબોડિયા વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ છે. જંગનો આજે બીજો દિવસ છે. બન્નેએ એકબીજા ઉપર હુમલા કર્યા છે, જેમાં ૧૪ ના મોત થયા છે. લાખો લોકોનું પલાયન થયું છે. મિસાઈલ હુમલાઓમાં મંદિર, ઈમારતો, દુકાનો કાટમાળમાં ફેરવાઈ રહ્યા છે. બૌદ્ધ મંદિરોમાંથી ભિક્ષુ ભાગી રહ્યા છે. સાંસ્કૃતિક વિરાસતો તબાહ થઈ રહી છે. આજે યુનોમાં ઈમરજન્સી બેઠક યોજાઈ છે.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદને લઈને શરૂ થયેલો લશ્કરી સંઘર્ષ ઘાતક બની રહ્યો છે. થાઈલેન્ડે શુક્રવારે જણાવ્યું હતું કે, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકામાં થયેલી સૌથી લોહિયાળ સરહદી લડાઈમાં ૧૦૦,૦૦૦ થી વધુ લોકો સરહદી વિસ્તારમાંથી ભાગી ગયા છે.

બીજી તરફ મૃત્યુઆંક વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓએ બન્ને દેશોને દુશ્મનાવટ બંધ કરવા વિનંતી કરી છે. થાઈ સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અથડામણમાં ૧પ લોકો માર્યા ગયા છે, જેમાં ૧૪ નાગરિકો અને એક સૈનિકનો સમાવેશ થાય છે, જ્યારે ૪૬ લોકો ઘાયલ થયા છે.

થાઈલેન્ડના આરોગ્ય પ્રધાન સોમસાકે કંબોડિયા પર નાગરિકો અને હોસ્પિટલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કડક સ્વરમાં કહ્યું, 'અમે કંબોડિયા સરકારને આ તાત્કાલિક બંધ કરવા અને શાંતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ.'

થાઈલેન્ડે જણાવ્યું હતું કે, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકામાં થયેલી લોહિયાળ સરહદી લડાઈમાં ૧૦૦,૦૦૦ થી વધુ લોકો સરહદી વિસ્તારમાંથી ભાગી ગયા છે.

એક સમાચાર એજન્સીએ રાજદ્વારી સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, કંબોડિય વડાપ્રધાન હુન માનેટની વિનંતી પર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શુક્રવારે બન્ને દેશો વચ્ચેની સરહદ પર થયેલી અથડામણો અંગે ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક યોજશે. અમેરિકાએ પણ શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી છે.

થાઈલેન્ડના ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ચાર સરહદી પ્રાંતોના ૧૦૦,૦૦૦ થી વધુ લોકોને લગભગ ૩૦૦ અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે દેશના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે મૃત્યુઆંક ૧૪, નાગરિકો અને એક સૈનિક સુધી પહોંચી ગયો છે. સરહદથી ર૦ કિલોમીટર દૂર કંબોડિયન શહેર સમરોંગમાં પત્રકરોએ શુક્રવારે સવારે દૂરથી ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાનો અહેવાલ આપ્યો. હુમલો શરૂ થતા જ કેટલાક પરિવારો તેમના બાળકો અને સામાન વાહનોમાં ભરીને ભાગી ગયા.

આ હુમલામાં થાઈલેન્ડ એફ-૧૬ ફાટર પ્લેનથી કંબોડિયાને નિશાન બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર એફ-૧૬ હુમલામાં કંબોડિયાના લશ્કરી થાણાઓ નાશ પામ્યા છે. કંબોડિયાના જણાવ્યા અનુસાર પ્રેહ વિહાર મંદિર પાસેના રસ્તા પર બે બોમ્બ પડ્યા છે . આજે સવારે પણ બન્ને દેશોએ એકબીજાના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. થાઈ સૈન્યએ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે બીજા દિવસે પણ થાઈ અને કંબોડિયન સૈનિકો વચ્ચે સરહદી અથડામણ ચાલુ કરી હતી. કંબોડિયાએ તોપખાના અને રોકેટ સહિતના ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો. કંબોડિયન દળોએ ભારે શસ્ત્રો, ફિલ્ડ આર્ટિલરી અને બીએમ-ર૧ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરીને સતત બોમ્બમારો કર્યો. થાઈ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું. થાઈ સૈન્યએ વ્યૂહાત્મક પરિસ્થિતિ અનુસાર યોગ્ય સહાયક ગોળીબાર સાથે જવાબ આપ્યો.

કંબોડિયાના અખબારો અનુૃસાર સીએમ રીપ રાજ્યમાં એક પેગોડા પર થાઈ વાયુસેનાના ફાઈટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી બૌદ્ધ સાધુઓના એક જુથને ત્યાંથી ભાગવું પડ્યું. તમને જણાવી દઈએ કે બૌદ્ધ સમુદાયના ધાર્મિક સ્થળને પેગોડા કહેવામાં આવે છે. થાઈલેનડના હુમલાને કારણે આ પવિત્ર સ્થળ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ હુમલાથી સરહદી સમુદાયોમાં ભય વધી ગયો છે અને લોકો આ વિસ્તારમાંથી ભાગી રહ્યા છે.

થાઈલેન્ડઠ અને કંબોડિયા વચ્ચે શરૂ થયેલી આ લડાઈ સદીઓ જુના મંદિરો અને બૌદ્ધ મઠોને ગંભીર નુક્સાન પહોંચડાી રહી છે. સાંસ્કૃતિક વારસો જોખમમાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે મંદિરોના રક્ષણ માટે તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh