Advertisement
Author: નોબત સમાચાર

'વિજ્ઞાન આપણી આસપાસ' પુસ્તકનું પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન કરાયું

દ્વારકાઃ કોરાડા વાડી શાળાના શિક્ષણવિદ્ રચિત

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૯: દ્વારકા તાલુકાની કોરાડા વાડી શાળામાં સનિષ્ઠ ફરજ બજાવતા અને શિક્ષણ જગતમાં આગવી ઓળખ ધરાવતા શિક્ષક સુરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આલેખિત નૂતન પુસ્તક 'વિજ્ઞાન આપણી આસપાસ'નું વિમોચન તાજેતરમાં વિશ્વવંદનીય કથાકાર પૂ. મોરારિબાપુના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.

પૂ. બાપુએ આ પ્રસંગે સુરેન્દ્રભાઈના પ્રયાસોને બિરદાવી પુસ્તકને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ ગણાવ્યું હતું. આ પુસ્તકમાં વિજ્ઞાનના જટિલ વિષયોને સરળ શૈલીમાં સમજાવવામાં આવ્યા છે જે બાળકોની જાણવાની અને સમજવાની ક્ષમતામાં વધારો કરશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્વાયત સંસ્થા 'પરખ'ના કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જે બાળકોના સર્વગ્રાહી વિકાસમાં મદદરૂપ થશે. આજના 'ઝેન-ઝેડ' યુગમાં જ્યારે બાળકો વર્ચ્યુઅલ દુનિયામાં વધુ સમય વિતાવે છે ત્યારે આ પુસ્તક તેમને પાઠ્યપુસ્તકની બહાર નીકળી વાસ્તવિક દુનિયાના વિજ્ઞાન સાથે જોડવાનો એક ભવ્ય અવસર પૂરો પાડ્યો.

અત્રે નોંધનિય છે કે, અગાઉ પણ શિક્ષણવિદ્ સુરેન્દ્રભાઈ સોલંકી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ગણિતના સમન્વય સમાન 'વૈદિક ગણિત' પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh