Advertisement
Author: નોબત સમાચાર

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

તા. ૨૧-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો... સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો ઝગમગાટ જળવાઈ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં સતત તેજી તરફી માહોલ સાથે વિક્રમી તેજી તરફ કૂચ કરીને સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી જોવાઈ હતી. ઈન્ટ્રા-ડે સેન્સેક્સે ૮૪૦૦૦ ની સપાટી કુદાવી ૮૪૬૫૬ પોઈન્ટની તેમજ નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૦ પોઈન્ટ નજીક ૨૫૯૬૯ પોઈન્ટની ઉંચી સપાટી નોંધાવી હતી. સપ્તાહનની શરૂઆતે સતત ચોથા દિવસે લોકલ ફંડો અને ફોરેન ફંડોએ સહિયારી શેરોમાં મોટી ખરીદી કરી હતી.

સમગ્ર દેશની સાથે ભારતીય શેરબજાર પણ દિવાળીના જશ્નમાં ડૂબેલું જોવા મળ્યું હતું, બજારમાં રોકાણકારો માટે શાનદાર માહોલ બન્યો હતો. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોરને લઈ પરિસ્થિતિ હજુ અનિશ્ચિત હોવા સાથે ટ્રમ્પ ચાઈના પર ઊંચી ટેરિફ ટકવા વિશે પણ શંકા વ્યક્ત કરીને પીછેહઠનો સંકેત આપ્યા છતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી, જો કે સ્થાનીક સ્તરે ફંડો દ્વારા નીચા મથાળે લેવાલી યથાવત્ જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટ્રમ્પે ચીન સાથે હળવાશના સંકેતો આપતાં અને અમેરિકાની અમુક બેન્કોમાં બેડલોન વધી ગયાના અને બેન્કોની ધિરાણ સ્થિતિ નબળી પડયાના નિર્દેશો વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કોમોડીટીઝ, ઓટો, પાવર અને એફએમસીજી સેક્ટર ઘટયા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૪૦ અને વધનારની સંખ્યા ૨૫૩૦ રહી હતી, ૨૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩.૫૨%, બજાજ ફિનસર્વ ૨.૬૫%, એક્સિસ બેન્ક ૨.૧૭%, સ્ટેટ બેન્ક ૧.૯૭%, ભારતી એરટેલ ૧.૯૫%, ટીસીએસ લિ. ૧.૭૪%, ટાઈટન કંપની લિ. ૧.૬૯%, ઈન્ફોસિસ લિ. ૧.૪૦%, બજાજ ફાઈનાન્સ ૧.૦૧%, લાર્સન લિ. ૦.૯૦%, બીઈએલ ૦.૮૭% અને ટાટા મોટર્સ ૦.૭૯% વધ્યા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૧૯%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૩૮%, ઈટર્નલ લિ. ૧.૩૧%, અદાણી પોર્ટ્સ ૦.૭૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૪% અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૪૫% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૮૧ લાખ કરોડ ઘટીને ૪૬૯.૭૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.

તા.૨૧.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે...

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

ઈન્ફોસીસ લિ. (૧૪૪૧) : કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૯૫) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

ઓરબિંદો ફાર્મા (૧૧૦૫) : રૂ.૧૦૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૭૩ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

જીન્દાલ સ્ટીલ (૧૦૧૨) : આયરન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૩૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૯૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

એસબીઆઈ કાર્ડ્સ (૯૪૦) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૪ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની દિશા સંવત ૨૦૮૨માં વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે પણ સ્થિરતા અને તેજીની દિશામાં આગળ વધી શકે છે. અમેરિકાના નવા પ્રશાસનના ટ્રેડ પોલિસી અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્રની આંતરિક શક્તિ, સ્થિર સરકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા પરિબળો બજારને બળ આપશે. ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (ડ્ઢૈંૈં)ના સતત પ્રવાહ, મજબૂત રિઝલ્ટ્સ અને ગ્રામિણ માંગમાં સુધારાની આશા ભારતીય બજારોને રિકવરી ઝોનમાંથી તેજીના માર્ગે લઈ જઈ શકે છે. મેક્રો ઈકોનોમિક ઈન્ડિકેટર્સ જેમ કે મોંઘવારીમાં ઘટાડો અને સ્થિર વ્યાજદરનો દોર રોકાણકારોની ભાવના ને મજબૂત રાખશે.

તેથી સંવત ૨૦૮૨ના પ્રારંભિક મહિનાઓમાં થોડી કરેકશન અથવા વોલેટિલિટી બાદ ભારતીય ઈક્વિટી બજાર માટે તેજીનો દોર જાળવાઈ રહેવાની સંભાવના છે. બેંકિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટર બજારની તેજીનો મુખ્ય આધાર બની શકે છે. વિદેશી રોકાણકારો તરફથી ફરી પ્રવેશ શરૂ થાય અને વૈશ્વિક અનિશ્ચિતતા ધીમે ધીમે ઘટે તો સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા રેકોર્ડ સ્તર તરફ આગળ વધી શકે છે. કુલ મળીને સંવત ૨૦૮૨ ભારતીય ઈક્વિટી બજાર માટે રિફોર્મ્સથી રેવન્યુ અને ગ્રોથથી ગ્લોરી તરફના સંક્રમણનું વર્ષ સાબિત થઈ શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh