Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં મોડીરાત્રે ગંજીપાનાથી જુગાર રમતા છ ઝડપાયાઃ રૂા.૧૦,૯૫૦નો મુદ્દામાલ

ભીમવાસમાં એકીબેકી બોલી જુગાર રમતા છ ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના ભીમવાસમાંથી છ શખ્સ એકીબેકીનો જુગાર રમતા ઝડપાયા છે. મોટી ખાવડીમાંથી મોડીરાત્રે છ શખ્સ ગંજીપાના કૂટતા પકડાઈ ગયા હતા. જામનગરમાંથી બે સહિત ચાર વર્લીબાજ સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસમાં મંદિર પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા કિશોરભાઈ મનસુખભાઈ મકવાણા, સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્ર મનજીભાઈ વાઘેલા, કિશોર ભીમશીભાઈ સુવા, રવિ મગનભાઈ ચૌહાણ, રહીમ ઈબ્રાહીમભાઈ ખીરા ઉર્ફે રીઢો નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી રૂા.૧૩૪૫૦ રોકડા કબજે કર્યા છે.

જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડી પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા રતીલાલ પરસોત્તમભાઈ નડીયાપરા ઉર્ફે ભગત, બશીર અબ્બાસ ભગાડ, ગાગાભાઈ નથુભાઈ મુછડીયા, પુંજાભાઈ સામતભાઈ પારૈયા, જીતેન્દ્ર પાલાભાઈ ભાગવત, મામદ આદમ ગજણ નામના છ શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂા.૧૦૯૫૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાંથી સંજય જયસુખભાઈ વારા તથા શાક માર્કેટ નજીક વેરસી વાડના ઢાળીયા પાસેથી ભરત મેરૂભાઈ મેરાણી નામના બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે.

જામજોધપુરમાંથી રવિ ધીરૂભાઈ ઝીંઝુવાડીયા તથા ગીંગણી ગામમાંથી અલ્પેશ નરશીભાઈ ડાભી ઉર્ફે ચીની નામના બે શખ્સ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh