Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરનાર પ્રૌઢ પટકાયાઃ માથામાં થયેલી ઈજાથી થયું મૃત્યુ

હૃદયના વાલ્વની બીમારીથી કંટાળી કાલાવડમાં પરિણીતાની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના મેહુલનગર રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતા વિપ્ર પ્રૌઢે અગાઉ ત્રણેક ઓપરેશન કરાવ્યા હતા. તે પછી તબીયત સારી રહેતી ન હોવાના કારણે કંટાળી જઈ ગયા બુધવારે પોતાના ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યાે હતો. આ વેળાએ પટકાઈ પડેલા આ પ્રૌઢને માથામાં ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેઓનંુ ગઈકાલે મૃત્યુ થયું છે. હૃદયના વાલ્વની બીમારીથી પીડાતા કાલાવડના બાવાજી પરિણીતાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગર શહેરના મેહુલનગર રોડ પર આવેલા પ્રગતિ પાર્કમાં શ્લોક એપાર્ટમેન્ટની એ-વીંગમાં બીજા માળે વસવાટ કરતા અને ટેક્સ કન્સલટન્ટ તરીકે પ્રેક્ટિસ કરતા સંદીપભાઈ પ્રદ્યુમનરાય અધ્યારૂ (ઉ.વ.પ૭) નામના વિપ્ર પ્રૌઢે ગયા બુધવારે પોતાના ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યાે હતો.

અગાઉ તેઓએ ત્રણેક ઓપરેશન કરાવ્યા હતા. તે પછી પણ તબીયત સારી રહેતી ન હોવાથી સંદીપભાઈ કંટાળી ગયા હતા. તેઓએ મરી જવાનો કઠોર નિર્ણય કરી પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવ્યો હતો પરંતુ ગળાફાંસો ખાવા જતી વખતે તેઓ પટકાઈ પડ્યા હતા અને માથામાં ઈજા થઈ હતી. ધબાકો સાંભળી તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. સંદીપભાઈને સારવાર માટે જોલી બંગલા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. શૈલેષભાઈ સનતભાઈ પંડયાએ પોલીસને જાણ કરી છે. સિટી સી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

કાલાવડ શહેરમાં લીમડા ચોક પાસે પાનની એક દુકાન પાછળ વસવાટ કરતા આશિષગીરી જયસુખગીરી ગોસ્વામી નામના બાવાજી યુવાનના પત્ની અર્ચનાબેન (ઉ.વ.૩૬) લાંબા સમયથી હૃદયના વાલ્વની બીમારીથી પીડાતા હતા.

સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ મહિલાએ ગઈકાલે સવારે પોતાના ઘરે એક ઓરડામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં અર્ચનાબેનને નીચે ઉતારી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈરાત્રે મૃત્યુ નિપજ્યું છે. પતિ આશિષગીરીએ પોલીસને વાકેફ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh