Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપઃ ત્રણ રાજ્યોમાં રેડએલર્ટઃ ૧૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન
નવી દિલ્હી તા. ૨૭: બંગળાની ખાડીમાં ચક્રવાત મોનથા વાવાઝોડાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે, તેથી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી સાથે ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ચક્રવાત 'મોનથા'એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ ૯૦-૧૦૦ કેએમબીએચ) આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે ૨૮ ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે. મોનથા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ૨૭થી ૩૦ ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.
તા. ૨૮-૨૯ ઑક્ટોબરના ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી આઈએમડીએ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને ૨૯ ઑક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.
રાજ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના ૩૪ ગામોમાંથી ૬૦૦૦થી વધુ લોકોને (જેમાં ૪૨૮ ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં ૨૭-૨૮ ઑક્ટોબરના શાળાઓ બંધ રહેશે. ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત ૮ દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહૃાું છે.
હાલમાં ચેન્નાઈથી ૬૦૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કાકીનાડા(આંધ્ર)થી ૬૮૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, વિશાખાપટ્ટનમથી ૭૧૦ કિમી દૂર, પોર્ટ બ્લેયરથી ૭૯૦ કિમી પશ્ચિમ, ગોપાલપુર(ઓડિશા)થી ૮૫૦ કિમી દક્ષિણમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.
ઓડિશા સરકારે રવિવારથી સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરુ કરી દીધું છે અને આઠ જિલ્લાઓમાં ૧૨૮ એનડીઆરએફ ટીમો તૈનાત કરી છે. વાવાઝોડું આંધ્રમાં ટકરાશે, પરંતુ ઓડિશાના ૧૫ જિલ્લાઓ પ્રભાવિત થશે. મલકાનગિરિ, કોરાપુટ સહિત આઠ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ અને તેજ પવનો માટે 'રેડ ઍલર્ટ' જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને ૩૦ ઑક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.
ચક્રવાત મોન્થા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યો હોવાથી, લોકો છઠ તહેવાર દરમિયાન વરસાદનો ભય અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે હજુ સુધી બિહાર અને ઉત્તરપ્રદેશ માટે વરસાદની આગાહી જારી કરી નથી. છઠ પૂજા મુખ્યત્વે આ બે રાજ્યોમાં ઉજવવામાં આવે છે. જો કે, અન્ય રાજ્યોમાં, બિહારી અને પૂર્વાચાલી સમુદાયો છઠ્ઠ પૂજા ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ચક્રવાત મોનથા આગામી ૨૪ કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદની અસર આજે છઠ્ઠની સાંજની પ્રાર્થના અથવા બીજા દિવસે સવારની પ્રાર્થના પર પડે તેવી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial